અજાણ્યા શખ્સ સામે સરપંચ દ્ધારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ; પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામમાં પાણી પુરવઠાના બોર ઉપર પાણી સપ્લાય કરતી મુખ્ય પાઈપલાઈન કોઈ અજાણ્યા શખ્સે કાપી નાખતા લાખો લીટર પાણી વેડફાઈ જતાં લોકોને હાડમારી ભોગવવાનો વારો આવ્યો હતો. ચંદ્રુમાણા ગ્રામ પંચાયતના બોર ઉપર ઓપરેટર તરીકે કામ કરતા ઠાકોર નાનાજી હમીરજી 24 જુલાઈના રોજ સવારે બોર ચાલુ કરીને ગામમાં પાણી પહોંચાડ્યું હતું. બપોરે બોર બંધ કરી બોરની ઓરડી અને પાણીના વાલની જગ્યાના વરંડાને તાળા મારી તેઓ ઘરે જમવા ગયા હતા. લગભગ 1:30 વાગે પરત આવતાં તેમણે જોયું કે કોઈએ પાણીની પાઇપલાઇન તોડી નાખી છે અને મોટા ફોર્સથી પાણી નીકળી રહ્યું હતું. તેમણે પાણી બંધ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બંધ થયું નહીં. બોરના વાલને કોઈએ કાપી નાખતાં પંચાયતની સંપત્તિને નુકસાન થયું હતું. આ અંગે શુક્રવારે સરપંચ કાજલબેન વ્યાસ, ચેતનભાઇ વ્યાસ અને ગ્રામ પંચાયતના સભ્યો પાટણ તાલુકા પોલીસ સ્ટેશન પહોંચી લેખિત ફરિયાદ આપી હતી. ફરિયાદને પગલે સાંજે પાટણ તાલુકા પીઆઈ પટેલે ચંદ્રુમાણા ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનો સાથે બેઠક કરી હતી.ત્યારબાદ તેમણે ઘટના સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. પીઆઈ એ તપાસમાં જે કંઈ બહાર આવશે તેને ગંભીરતાથી લઇ પગલાં લેવાની ખાતરી આપી છે. હાલ પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ચંદ્રુમણા ગામે પાણી પુરવઠાના બોરની પાણીની મુખ્ય પાઈપ લાઈન અજાણ્યા શખ્સે તોડી નાખતા લોકો પાણી વીના રહ્યા

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Complaint Filed#Patan Taluka#Water Wastage#Unidentified Suspects#Local Governance Issues#Water Resource Management#Chandrumana Village#Community Hardship#Water Supply Disruption#Main Water Pipeline Cut#Sarpanch Involvement#Borehole Operator
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ભાજપ મહિલા કાર્યકરો પર શાહી ફેંકવા મુદ્દે ધારાસભ્યના રાજીનામાની માંગ કરી
2 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ અને કૉપી કેસ અટકાવવા 15 નિયમો જાહેર કરાયા
2 દિવસ પહેલા
