ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.બી. કોટવાલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શહેરના હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પી.આઈ. કોટવાલે યાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જાળવવા અંગે આયોજકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તમામ સમાજના આગેવાનોએ એકસૂરે ડીસાની ભાઈચારાની પરંપરા જાળવી રાખી ઉત્સવને હર્ષોલ્લાસ સાથે ઉજવવાની ખાતરી આપી હતી.
શિવસેવા સમિતિ દ્વારા જણાવ્યા અનુસાર આ ભવ્ય યાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ભક્તિમય માહોલમાં ફરશે. યાત્રાને શિસ્તબદ્ધ બનાવવા માટે સમિતિના સ્વયંસેવકો દ્વારા અત્યારથી જ આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.
ડીસામાં મહા શિવરાત્રી નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉત્સવ ઉજવવાનો સંકલ્પ
ડીસા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શિવસેવા સમિતિ દ્વારા વિશાળ શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી આજે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.
ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.બી. કોટવાલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શહેરના હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પી.આઈ. કોટવાલે યાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જાળવવા અંગે આયોજકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તમામ સમાજના આગેવાનોએ એકસૂરે ડીસાની ભાઈચારાની પરંપરા જાળવી રાખી ઉત્સવને હર્ષોલ્લાસ સાથે ઉજવવાની ખાતરી આપી હતી.
શિવસેવા સમિતિ દ્વારા જણાવ્યા અનુસાર આ ભવ્ય યાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ભક્તિમય માહોલમાં ફરશે. યાત્રાને શિસ્તબદ્ધ બનાવવા માટે સમિતિના સ્વયંસેવકો દ્વારા અત્યારથી જ આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.
Google પર રખેવાળને પસંદ કરો

ટેગ્સ:#Deesa#Maha Shivratri#Shiv Seva Samiti#Committee Meeting#Shiva Yatra#Deesa Dakshin Police Station
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
4 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા