રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ જુનાગંજ વિસ્તારમાં પાણીના પ્રશ્ને મામલો ગરમાયો

પાટણ જુનાગંજ વિસ્તારમાં પાણીના પ્રશ્ને મામલો ગરમાયો
પુરતા પ્રેસરથી પાણી નહિ મળે તો રોડ ખોદીને માગૅને બંધ કરી દેવાની ચિમકી પાટણ શહેરના જુનાગજ બજાર વિસ્તારમાં નંદાપરાની ખડકી ખાતે છેલ્લા કેટલાક સમય થી પાણીનું પ્રેશર ઓછું આવતું હોવાની રજુઆત પગલે આ વિસ્તારના ભાજપના મહિલા કાર્યકર માનસીબેન ત્રિવેદી દ્વારા નગરપાલિકા ને રજુઆત કરી આ વિસ્તારમાં પાણીની મુખ્ય પાઇપ લાઇનમાં નવીન વાલ્વ નાખી નંદાપરાની ખડકીના રહીશોની પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું પરંતુ સોમવારે આજ વિસ્તારમાં આવેલી જોશીની ખકડીમાં પાણી પ્રેશરથી ન આવતુ હોવાની સમસ્યા સજૉઈ હોવાની રજૂઆત સ્થાનિક લોકોએ પાલીકા માં કરતા વોટર વર્કસ શાખાના કર્મચારીઓએ સ્થળ પર આવી ખાડો ખોદવાની કામગીરી શરૂ કરતા નંદાપરાની ખડકીના રહીશોને પાલિકાના કમૅચારીઓ વાલ્વ બંધ કરવા આવ્યા હોવાની ખોટી માહિતી મળતા તેઓએ નગરપાલિકાના કર્મચારીઓનો વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે પાલિકા ના કર્મચારીઓ ખાડો ખોદીને નવીન નાખેલા વાલ્વને બંધ કરવા નહીં પરંતુ તેને સેટ કરીને નંદાપરાની ખડકી સહિત જોશીની ખડકીમાં પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. પરંતુ નંદાપરાની ખડકીના સ્થાનિક રહીશોએ પોતાનો વિરોધ ચાલું રાખીને ખોદકામ ની કામગીરી અટકાવતાં જોષીની ખડકીમાં રહેતા દુર્ગાપ્રસાદ જોશીએ પણ ચિમકી આપી હતી કે, જો વાલ્વ સેટ કરીને પાલિકા તંત્ર દ્વારા જોષીની ખડકીમાં પ્રેશરથી પાણી નહીં આવે તો આખો રોડ ખોદીને બ્લોક કરી દેવાશે. શહેરના નંદાપરાની ખડકી અને જોષીની ખડકીમાં સજૉયેલ પાણીની સમસ્યા મામલે માગૅ પર બન્ને ખડકી ના રહીશોના ટોળા ઉમટી પડતા વિસ્તારનું વાતાવરણ ગરમાયું હતું.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર