રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ; ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘે આંગણવાડી બહેનોના પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવ્યું

પાટણ; ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘે આંગણવાડી બહેનોના પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવ્યું

ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘે પાટણ જિલ્લા પંચાયતના પ્રોગ્રામ અધિકારીને આંગણવાડી બહેનોના પ્રાણ પ્રશ્નો અંગે શુક્રવારે આવેદનપત્ર આપ્યું હતું. મહાસંઘે જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી સરકારના તમામ સ્તરના અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ પ્રશ્નનું સમાધાન થયું નથી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, તારીખ 12-13 જુલાઈ, 2025ના રોજ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશની કાર્યસમિતિમાં ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર, ગુજરાતની સમગ્ર આંગણવાડીની બહેનો પોતાના પ્રશ્નોના સમાધાન માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરશે. આ સત્યાગ્રહ 4 ઓગસ્ટ, 2025ના રોજ સોમવારે બપોરે 12થી 4 વાગ્યા સુધી યોજાશે. આ દરમિયાન રેલી અને જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આંગણવાડી કર્મચારીઓએ વારંવાર રજૂઆતો કરવા છતાં સરકાર તરફ થી માત્ર આશ્વાસનો જ મળ્યા છે, પરંતુ કોઈ ઠોસ પરિણામ આવ્યું નથી. મહાસંઘે આવેદનપત્રમાં આંગણવાડી કર્મચારીઓના વિવિધ પ્રશ્નો સામેલ કર્યા છે અને તેમના સમાધાન માટે આગ્રહ કર્યો છે. આંગણવાડી કર્મચારીઓ તેમના હક્કો માટે એકજૂટ થઈને આવાજ ઉઠાવવા માટે આ સત્યાગ્રહમાં જોડાશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર