રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા14 જુલાઈ, 2025| Super Admin

પાલનપુરની વિકટ સમસ્યા અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ

પાલનપુરની વિકટ સમસ્યા અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ
ટ્રાફિક નિવારણ સમિતિએ મુખ્યમંત્રી સમક્ષ બાયપાસ, ભારે વાહનો પર પ્રતિબંધની માંગ કરી પાલનપુર શહેર એરોમાં સર્કલ પરની ટ્રાફિકની વિકટ સમસ્યા પ્રાણઘાતક પુરવાર થઇ રહી છે. ત્યારે આજે ટ્રાફિક નિવારણ સમિતી ગાંધીનગર દોડી ગઈ હતી. જયાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી ટ્રાફિક સમસ્યાનો ત્વરિત હલ લાવવાની માંગ કરી હતી. ટ્રાફિક નિવારણ સમિતિ પાલનપુરએ સી એમ.ની  રૂબરૂ મુલાકાત કરી હતી. જેમાં અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા શહેરમાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામુ બહાર પાડેલ હતું. તે જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થયું હતું તે જાહેરનામું શહેરના હિતમાં તાત્કાલિક ફરી બહાર પાડવા તેમજ મંજુર થયેલ બાયપાસના કામમાં બાધા રૂપ બનતા પ્રશ્નોનું નિરાકરણ કરી તાત્કાલિક બાયપાસનું કામકાજ ચાલુ કરાવવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ઓવરબ્રિજ અને અંડર પાસ મંજૂર કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, ટ્રાફિક નિવારણ સમિતિએ કરેલા દાવા મુજબ, મુખ્યમંત્રીએ નિવારણ સમિતિને શાંતિથી સાંભળીને કહ્યું હતું કે, આ સમસ્યાની મેં ગંભીરતાથી નોંધ લીધેલી છે. અને મેં સૂચના આપી દીધી છે કે, બાયપાસ નું કામકાજ ઝડપી પૂરું થાય. અને  પેરેલલ બનાસકાંઠાના કલેકટર  અને લાગતા વળગતા અધિકારીઓને જાહેરનામું તાકીદે પાડવા સૂચના આપું છું. આ ઉપરાંત સમિતિએ રાજ્યના ગૃહ મંત્રી અને વિધાનસભાના અધ્યક્ષને પણ મળીને આવેદનપત્ર પાઠવ્યુ હતું તેઓએ પણ શહેરના પ્રશ્નનો ઉકેલ આવે તે માટે ઘટતી કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. આ અંગે સીએમના પ્રોટોકલ મુજબ 10 વ્યક્તિઓને મુલાકાત માટે સમય આપેલ હતો. તેમાં કમિટીના યુવા અગ્રણી જશવંતસિંહ વાઘેલા,  મયુરભાઈ ડેરીયા, કૌશલભાઈ જોશી, દેવાભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પરાડિયા, ચંદુભાઈ ઠક્કર, કમલેશભાઈ પંચાલ, સુરેશભાઈ મોદી, દિનેશભાઈ પટેલ, વિશ્વજીતભાઈ જોશી જેવા સમિતિના સભ્ય હાજર રહ્યા હતા.

સંબંધિત સમાચાર