રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા6 મે, 2025| Super Admin

પાલનપુરના અંબિકા નગર તેરા પંથ રોડ પર ભુવો પડ્યો

પાલનપુરના અંબિકા નગર તેરા પંથ રોડ પર ભુવો પડ્યો
જૈનોના મહોત્સવ ટાણે બનેલા રોડમાં બેદરકારી: કોન્ટ્રાકટર સામે પગલાં ભરવાની માંગ : વિવાદોનો પર્યાય બની સતત અખબારોના પાને ચમકતી રહેતી ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકામાં સેનિટેશન, પાણી પુરવઠા બાદ હવે બાંધકામ કમિટીની ગેરરીતિ પ્રકાશમાં આવી છે. શહેરના અંબિકા નગરે તેરાપંથ ભવન સામે તાજેતરમાં જ બનેલા રોડ પર ભુવો પડતા શહેર ભાજપના પૂર્વ પ્રમુખે જ પાલિકાની પોલ ઉઘાડી કરતા કોન્ટ્રાકટર સામે પગલાં ભરવાની માંગ કરતા પાલિકા ફરી એકવાર ચર્ચાની એરણે ચડી છે. પાલનપુરમાં જૈન શ્વેતાંમ્બર તેરા પંથ સંઘ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ધાર્મિક મહોત્સવને લઈને નગરપાલિકા દ્વારા રસ્તાઓનું સમારકામ હાથ ધરાયું હતું. જેમાં ચારેક દિવસ પહેલા જ અંબિકા નગર તેરાપંથ ભવન સામે રસ્તાનું સમારકામ હાથ ધરાયું હતું. જોકે, આ રોડ પર મોટો ભુવો પડતા રોડના કામમાં થયેલી ગેરરીતિનો ખુદ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નગીનદાસ રાઠોડે પર્દાફાશ કરતા મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. શહેર ભાજપ પ્રમુખે જ પગલાં ભરવાની કરી માંગ પાલનપુરમાં અંબિકા નગર તેરા પંથ ભવન સામે બનાસડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળના ઘર પાસેના રોડ પર મસ મોટો ભુવો પડ્યો છે. જે પોશ વિસ્તારમાં રોજની 500 જેટલી કાર સહિતના વાહનો પસાર થતા હોઇ અકસ્માતની ભીતિ સેવતા પાલનપુર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નગીનભાઈ રાઠોડે જ પાલિકાની પોલ છતી કરતા પાલિકાની બેદરકારી ગણાવી બોગસ કામગીરી કરી હોવાનું જણાવી કોન્ટ્રાકટર સામે પગલાં ભરવાની માંગ કરી છે.

સંબંધિત સમાચાર