રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત3 મે, 2025| Super Admin

'પહેલગામ આતંકી હુમલાનો બદલો ન લેવાય ત્યાં સુધી કોઈ સન્માન નહીં' : સી.આર.પાટીલ

'પહેલગામ આતંકી હુમલાનો બદલો ન લેવાય ત્યાં સુધી કોઈ સન્માન નહીં' : સી.આર.પાટીલ
પહેલગામ આતંકી હુમલા બાદ દેશમાં શોકનો માહોલ છવાયો છે. ભારતના સૌ કોઈ લોકો આતંકી હુમલાનો બદલો લેવાની માંગ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતના એક કાર્યક્રમમાં સન્માન સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો જણાવ્યું હતું કે, જ્યાં સુધી આતંકી હુમલાનો બદલો નહીં લેવાય ત્યાં સુધી સન્માન નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો. સુરતના અવધ ઉટોપિયા ખાતે ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના અને અન્ય શહેર ઇન્વેસ્ટરો એકત્રિત થયા હતા. ખાસ કરીને શેરબજારમાં ઇન્વેસ્ટ કરનારાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ અને જળસંપત્તિ મંત્રી સી.આર. પાટીલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં આયોજકોએ સી.આર.પાટીલનું સન્માન કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ પાટીલે માનભેર આયોજકોને સન્માન નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો. પાટીલ દ્વારા જ્યાં સુધી પહેલગામ હુમલાનો બદલો લેવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હાજરીમાં બુકે કે મોમેન્ટો દ્વારા થતું સન્માન સ્વીકારશે નહીં.

સંબંધિત સમાચાર