રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
વાવ-થરાદ20 જૂન, 2026| Super Admin

સરહદી વાવ-થરાદ પંથકમાં લીલાછમ વૃક્ષોનું ખુલ્લેઆમ નિકંદન: તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં કે મિલીભગત

સરહદી વાવ-થરાદ પંથકમાં લીલાછમ વૃક્ષોનું ખુલ્લેઆમ નિકંદન: તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં કે મિલીભગત

પર્યાવરણ બચાવવાના મોટા-મોટા કાર્યક્રમો અંતરીયાળ વિસ્તારમાં આવીને ‘સુરસુરિયું’ સાબિત થઈ રહ્યા છે

એક તરફ ગ્લોબલ વોર્મિંગ અને કુદરતી પ્રકોપ સામે લડવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘એક પેડ મા કે નામ’ જેવા મહાઅભિયાનો ચલાવીને પર્યાવરણ બચાવવાના ભગીરથ પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ વાવ થરાદ ના સરહદી વિસ્તાર ગણાતા વાવ અને થરાદ પંથકમાં આ સરકારી દાવાઓ અને અભિયાનોના લીરેલીરા ઊડતા જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં જાણે લીલા વૃક્ષો કાપવાના પરવાના મળી ગયા હોય તેમ ખુલ્લેઆમ કુદરતી સંપત્તિનો સોથ વાળવામાં આવી રહ્યો છે રોજના પાંચ થી દસ ટ્રેક્ટરો ભરાઈને લીલા લાકડાની હેરાફેરી થઈ રહી છે. વધુંમાં સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વાવ અને થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી દરરોજ પાંચથી દસ જેટલા ટ્રેક્ટરો લીલાછમ વૃક્ષો કાપીને, લાકડા ભરીને બેરોકટોક પસાર થઈ રહ્યા છે. 

ચોંકાવનારી વિગત તો એ છે કે સરહદી વિસ્તારના ગામડાઓમાંથી કપાતા આ વૃક્ષોના ટ્રેક્ટરો મુખ્ય મથક એવા થરાદ શહેરની વચ્ચોવચથી ખુલ્લેઆમ પસાર થાય છે. જવાબદાર વહીવટી તંત્રના નાક નીચેથી આ ગેરકાયદેસર કારોબાર ધમધમી રહ્યો હોવા છતાં તંત્રએ જાણે આંખો આડા કાન કરી લીધા હોય તેવા દ્રશ્યો રોજિંદા બન્યા છે. આ વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ રણની નજીક અને સરહદી હોવાથી અહીં કુદરતી રીતે જ વૃક્ષોનું પ્રમાણ ખૂબ ઓછું છે. આવા સંજોગોમાં પર્યાવરણની જાળવણી કરવી અત્યંત જરૂરી છે, પરંતુ સ્થાનિક વન વિભાગ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ની કચેરી જાણે માત્ર ‘શોભાના ગાંઠિયા’ સમાન બનીને રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. આટલી મોટી માત્રામાં લીલા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું હોવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી દેશભરમાં પર્યાવરણ બચાવવાના મોટા-મોટા કાર્યક્રમો સરહદી વિસ્તારમાં આવીને ‘સુરસુરિયું’ સાબિત થઈ રહ્યા છે.

શું તંત્ર ખરેખર ઘોર નિંદ્રામાં છે કે, પછી જાણી જોઈને આ કાળો કારોબાર ચલાવવા દેવામાં આવી રહ્યો છે. લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરોની અવરજવર પાછળ કોઈ મોટી મિલીભગત કામ કરી રહી છે સ્થાનિક પર્યાવરણપ્રેમીઓ અને નાગરિકોની માંગ છે કે, ઉચ્ચ કક્ષાએથી આ મામલે તાત્કાલિક તપાસ થાય અને લીલા વૃક્ષોનું નિકંદન વહેલી તકે અટકાવી દોષિતો સામે કડક કાનૂની પગલાં ભરવામાં આવે.

સંબંધિત સમાચાર