રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણાના નંદાસણ પાસે ટ્રિપલ અકસ્માત સર્જતાં ઘટના સ્થળે એકનું મોત : ચાર ઘાયલ

મહેસાણાના નંદાસણ પાસે ટ્રિપલ અકસ્માત સર્જતાં ઘટના સ્થળે એકનું મોત : ચાર ઘાયલ
મહેસાણા-અમદાવાદની જોડતા હાઈવેના સમારકામ સાથે હાઇવે રોડને મોટો અને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. તેવામાં મહેસાણા-અમદાવાદ હાઈવેની કથળી ગયેલી હાલત થઈ ચૂકી છે. જેના લીધે અવારનવાર નાના મોટા જીવલેણ અકસ્માતોના બનાવો બનતા હોય છે. જેમાં ગતરોજ વહેલી સવારે આઈશર, મારુતિ વાન અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેના કારણે હાઈવે પર ચક્કાજામ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. ખખડધજ હાલતમાં આવી ગયેલા મહેસાણા-અમદાવાદ હાઈવે પર વહેલી સવારે નંદાસણના ઉમાનગર નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મારુતિ વાન ચાલક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ક્યારે મારુતિ વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં એકના મોત સહિત અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતાં.ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડીયાની નબળી કામગીરી તેમજ ટોલનાકા દ્વારા બામણો ટોલ વસુલ કરવા છતાં પણ હાઈવે રોડની આવી કથળી ગયેલી હાલત જોઈ સ્થાનિક લોકો સહિત હાઈવે પરથી પસાર થનારા વાહન ચાલકોએ ફિટકાર વરસાવ્યો હતો અને વારંવાર સર્જાતા ગમખ્વાર અકસ્માતો માટે પણ જવાબદાર ઠેરવ્યા છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર