રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં વિચરતી-વિમુક્ત જનજાતિઓ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

ડીસામાં વિચરતી-વિમુક્ત જનજાતિઓ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
સરકાર દ્વારા પ્રાથમિક સવલતો પુરી પાડવાની માંગ આઝાદીના 79 વર્ષ પછી પણ વિકાસથી વંચિત રહેલા વિચરતી અને વિમુક્ત જનજાતિઓના સર્વાંગી વિકાસ માટે આજે 'વિચરતી અને વિમુક્ત જનજાતિ હક્ક સમિતિ, ગુજરાત પ્રદેશ' દ્વારા ડીસા નાયબ કલેક્ટરને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું. આ આવેદનપત્રમાં સમાજના ચાલીસ જેટલા સમુદાયો, જેમાં ચુંવાળીયા કોળી, દેવીપુજક, રાવળ દેવ યોગી, બાવા વૈરાગી, વણઝારા, ઓડ, લુહાર, ચારણ-ગઢવી અને વાદી જેવી જાતિઓનો સમાવેશ થાય છે, તેમના હક્ક, ન્યાય અને સન્માન માટે વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. ​સમિતિના આગેવાનોએ જણાવ્યું કે, સરકાર દ્વારા કેટલીક વિચરતી જાતિઓ જેવી કે તુરી, ગારૂડી અને ગરોનો સમાવેશ અનુસુચિત જાતિમાં કરવામાં આવ્યો છે, જ્યારે કોટવાળીયા, પારધી, કાથોડી (કતકરી) અને વિટોળીયાનો સમાવેશ અનુસુચિત જનજાતિમાં કરવામાં આવ્યો છે. બાકીની મોટાભાગની જાતિઓ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સમાવેશ પામી છે, જે માટે તેઓ સરકારના આભારી છે ​જોકે, આવેદનપત્રમાં મુખ્યત્વે એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ સમુદાયો વિકાસના મીઠાં ફળ ચાખી શક્યા નથી. આજે પણ આ સમુદાયના મોટાભાગના લોકો જીવનની પાયાની જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે. સમિતિએ સરકાર પાસે આ જાતિઓના શિક્ષણ, આરોગ્ય, આવાસ અને રોજગારી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમજ માંગણી ઉપર ખાસ ધ્યાન આપવાની માંગ કરી છે જેથી તેઓ સમાજની મુખ્ય ધારામાં ભળી શકે અને સન્માનભેર જીવન જીવી શકે.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર