કોલકાતા: પશ્ચિમ બંગાળમાં સત્તા પર આવેલા નવા વહીવટી તંત્રે માત્ર ૧૨ દિવસના ટૂંકા ગાળામાં ૧૨ મોટા અને નીતિગત નિર્ણયો લઈને રાજ્યની રાજકીય અને સામાજિક પરિસ્થિતિમાં મોટો બદલાવ આણ્યો છે. રાજ્યના લઘુમતી બાબતો અને મદરેસા શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા નવા આદેશ અનુસાર, હવે પશ્ચિમ બંગાળની તમામ માન્યતા પ્રાપ્ત મદરેસાઓમાં રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્' ગાવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ આદેશ ૧૯ મેના રોજ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો હતો.
સરકારી અને બિન-સરકારી તમામ મદરેસાઓને લાગુ
સરકારના આદેશ પત્ર મુજબ, આ નવો નિયમ રાજ્યની તમામ સરકારી મોડેલ મદરેસાઓ, સરકારી સહાયતા મેળવતી (Aided) અને બિન-સહાયતા પ્રાપ્ત (Unaided) માન્યતા ધરાવતી મદરેસાઓ પર તાત્કાલિક અસરથી લાગુ પડશે. હવેથી રોજ સવારે શાળા કે મદરેસાના વર્ગો શરૂ થાય તે પહેલાં યોજાતી સામાન્ય પ્રાર્થના સભા (એસેમ્બલી) માં તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફે ફરજિયાતપણે વંદે માતરમ્ ગાવું પડશે. એટલું જ નહીં, આ નિયમના અમલીકરણનો રિપોર્ટ પણ સંબંધિત વિભાગને મોકલવાનો રહેશે.
પ્રાર્થનાનો જૂનો નિયમ બદલાયો
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પશ્ચિમ બંગાળની મદરેસાઓમાં સવારની પ્રાર્થના દરમિયાન રાષ્ટ્રગીત 'જન ગણ મન' અને કવિ ગુલામ મુસ્તફા દ્વારા રચિત પ્રખ્યાત બંગાળી ગીત 'અનંત અસીમ પ્રેમમય તુમી' ગાવાની પરંપરા કે નિયમ હતો, જેમાં હવે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
૧૨ દિવસમાં લેવાયેલા અન્ય મહત્વના નિર્ણયો
નવી સરકારે સત્તા સંભાળતાની સાથે જ પશ્ચિમ બંગાળમાં કાયદો-વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક કડક પગલાં લીધા છે:
ગૌહત્યા પર સજ્જડ પ્રતિબંધ: પશ્ચિમ બંગાળ પ્રાણી સંગ્રહ નિયંત્રણ અધિનિયમ હેઠળ સત્તાવાર ફિટનેસ પ્રમાણપત્ર વિના ખુલ્લામાં કે બિનઅધિકૃત જગ્યાએ ગૌવંશની કતલ પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે.
CAA નો કડક અમલ: નાગરિકત્વ સુધારા કાયદા (CAA) ને રાજ્યમાં વહેલી તકે અને સંપૂર્ણ રીતે લાગુ કરવાની દિશામાં કામ શરૂ કરાયું છે.
BSF ને જમીનની ફાળવણી: આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરી અને સરહદી ગુનાઓ રોકવા માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ને ફેન્સિંગ (તારની વાડ) ના કામ માટે લાંબા સમયથી અટકેલી જમીનો તાત્કાલિક અસરથી સોંપી દેવામાં આવી છે.
બંગાળમાં નવી સરકારનો સપાટો! મદરેસાઓમાં વંદે માતરમ્ અને ગૌહત્યા પર રોક લીધા ધડાધડ નિર્ણયો, જુઓ વિગતો

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયજામનગરમાં 22 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો
1 કલાક પહેલા
રાષ્ટ્રીયશુભેન્દુ અધિકારી પીએ હત્યા કેસ: બંગાળ પોલીસે ખોટા વ્યક્તિની ધરપકડ કરી
1 કલાક પહેલા
રાષ્ટ્રીયNEET પેપર લીક પર કોંગ્રેસનો વિરોધ; જયપુરમાં પોલીસ સાથે અથડામણ; વિરોધીઓ પર પાણીના તોપ છોડાયા
1 કલાક પહેલા
રાષ્ટ્રીયચૂંટણીના માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર ‘કોકરોચ જનતા પાર્ટી’ની ધૂમ
2 કલાક પહેલા
