રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રમતગમત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો: WTC પોઈન્ટ ટેબલમાં બાંગ્લાદેશે ભારતને પછાડ્યું, છઠ્ઠા સ્થાને સરકી ગઈ ભારતીય ટીમ'

અમદાવાદ/સ્પોર્ટ્સ ડેસ્ક: આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની રેસમાં ભારતીય ટીમ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં સતત બીજી જીત મેળવીને બાંગ્લાદેશે પોઈન્ટ ટેબલમાં ભારતને પાછળ છોડી દીધું છે. બાંગ્લાદેશ હવે પાંચમા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે ભારતીય ટીમ સરકીને છઠ્ઠા સ્થાને આવી ગઈ છે. WTC ની પ્રથમ બંને સિઝનની ફાઇનલમાં પહોંચેલી ભારતીય ટીમ માટે આ વર્તમાન રેન્કિંગ મોટો આંચકો માનવામાં આવે છે.

ખરાબ ફોર્મ અને ઘરઆંગણે હાર નડી: ભારતીય ટીમની રેન્કિંગ ઘટવાનું મુખ્ય કારણ તાજેતરનું નબળું પ્રદર્શન રહ્યું છે. ટીમે આ વર્ષે હજુ સુધી એક પણ ટેસ્ટ મેચ રમી નથી. ટીમ ઇન્ડિયા છેલ્લે નવેમ્બર 2025 માં ગુવાહાટી ખાતે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ મેચ રમી હતી, જ્યાં તેને 408 રનના મોટા અંતરથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો અને હોમ સિરીઝમાં 0-2 થી વ્હાઇટવોશ થયો હતો. આ સિવાય ઇંગ્લેન્ડ પ્રવાસ પર પણ શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળ પાંચ મેચની શ્રેણી 2-2 થી ડ્રો રહી હતી, જેના કારણે ભારતની જીતની ટકાવારી ગગડી ગઈ છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ટોપ પરલેટેસ્ટ રેન્કિંગ પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયા 8 ટેસ્ટમાં 7 જીત સાથે ખૂબ જ મજબૂત સ્થિતિમાં ટોચ પર યથાવત છે. જ્યારે ન્યુઝીલેન્ડ 3 ટેસ્ટમાં બે જીત અને એક ડ્રો સાથે બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને સાઉથ આફ્રિકા અને ચોથા સ્થાને શ્રીલંકા કાબિજ છે.

અફઘાનિસ્તાન સામે મેચ, પણ પોઈન્ટ્સ નહીં મળે: ભારતીય ટીમ આગામી 6 જૂનથી અફઘાનિસ્તાન સામે એકમાત્ર ટેસ્ટ મેચ રમવાની છે, પરંતુ આ મુકાબલો વર્તમાન WTC સાયકલનો ભાગ ન હોવાથી તેના પરિણામની રેન્કિંગ પર કોઈ અસર થશે નહીં. ફાઇનલની રેસમાં ફરી જીવંત થવા માટે ભારતે આ વર્ષના અંતમાં શ્રીલંકા અને ન્યુઝીલેન્ડના પ્રવાસે રમાનારી બે-બે ટેસ્ટ મેચની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે. ત્યારબાદ 2027 માં ભારત ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી રમશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર