રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણના ચાર પરિક્ષા કેન્દ્ર પર શાંતિપૂર્ણ માહોલમાં નીટ-યુજીની પરિક્ષા લેવામાં આવી

પાટણના ચાર પરિક્ષા કેન્દ્ર પર શાંતિપૂર્ણ માહોલમાં નીટ-યુજીની પરિક્ષા લેવામાં આવી
પરિક્ષામાં ગેરરીતિ રોકવા વિધાર્થીઓને બે વાર ચેકીંગ કરાયાં; પાટણમાં રવિવારે મેડિકલ પ્રવેશ માટેની નીટ-યુજી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવામાં આવી હતી. પરીક્ષાને લઇને શહેરની પી.પી.જી.એક્સપ્રિમેન્ટલ હાઈસ્કૂલ,કે.કે.ગલ્સૅસ્કૂલ, આદર્શ વિદ્યાલય અને બી.ડી. હાઈસ્કૂલ એમ ચાર કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નેશનલ એક્ઝામિનેશન એજન્સી દ્વારા પરીક્ષા બપોરે 2 થી સાંજના 5 ના સમય દરમિયાન લેવામાં આવી હતી. બાયોમેટ્રિક વેરિફિકેશનની પ્રક્રિયા લાંબી હોવાથી વિદ્યાર્થીઓને બપોરે 11:00થી 1:30 વાગ્યા સુધી પરિક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓનું બે તબક્કામાં ચેકિંગ કરવામાં આવેલ જેમાં પ્રથમ તબક્કામાં એન્ટ્રી ગેટ પર મેટલ-ડિટેક્ટરથી ચેકિંગ અને બીજા તબક્કામાં વર્ગખંડમાં પ્રવેશ પહેલા પોલીસ દ્વારા ફિઝિકલ ચેકિંગ કરવામાં આવ્યું હતું. પરીક્ષાના પ્રથમ એક કલાક અને છેલ્લી અડધી કલાક દરમિયાન વિદ્યાર્થીઓને વોશરૂમ જવા દેવામાં આવ્યા ન હતા બાકીના સમયગાળામાં જે વિદ્યાર્થી વોશરૂમ ગયો હતો તેને પરત આવ્યા બાદ ફરીથી બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર