રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા6 ઑગસ્ટ, 2025| Super Admin

ડીસા તાલુકામાં 1200 સોથી વધુ બીપીએલ અને અંત્યોદય કાર્ડ રદ

ડીસા તાલુકામાં 1200 સોથી વધુ બીપીએલ અને અંત્યોદય કાર્ડ રદ

ડીસા તાલુકામાં પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં 1,259 બીપીએલ અને અંત્યોદય કાર્ડ રદ કરવામાં આવ્યા છે. આ તમામ કાર્ડ હવે એપીએલ કાર્ડમાં ફેરવી નાખવામાં આવ્યા છે. રાશન પોર્ટલ પર જાહેર થયેલી માહિતીના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા પાન કાર્ડ સાથે લિંક થયેલા આધાર કાર્ડને રાશન કાર્ડ સાથે જોડવાની પ્રક્રિયા ચાલુ છે. આ લિંકિંગ દ્વારા ગ્રાહકોની સાચી આર્થિક સ્થિતિની જાણકારી મળી રહી છે. આ પ્રક્રિયામાં એવું બહાર આવ્યું કે ડીસાના ગ્રામીણ વિસ્તારના 1,259 કાર્ડધારકો વાર્ષિક રૂ. 6 લાખથી વધુનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હતા. અથવા તેઓ રૂ. 25 લાખથી વધુનું જી.એસ.ટી. ટર્નઓવર ધરાવતા હતા. આર્થિક રીતે સક્ષમ હોવા છતાં આ લોકો BPL અને અંત્યોદય કાર્ડનો લાભ લઈ રહ્યા હતા. નાયબ મામલતદાર (પુરવઠા વિભાગ, ડીસા ગ્રામ) દશરથસિંહ ઝાલાએ જણાવ્યું કે આવા ગ્રાહકોના કાર્ડ રદ કરીને તેમનો રાશનનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી સરકાર દ્વારા ગરીબો માટે અપાતી સહાયનો દુરુપયોગ થતો અટકશે. તેમણે વધુમાં જણાવ્યું કે આગામી સમયમાં પણ આધાર કાર્ડ દ્વારા ગ્રાહકોની આર્થિક સ્થિતિ અંગેની માહિતી બહાર આવશે. તેમ તેમ આવા અન્ય ગ્રાહકોના BPL કાર્ડ રદ કરવાની કાર્યવાહી ચાલુ રહેશે.

સંબંધિત સમાચાર