રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહાકુંભ19 જાન્યુઆરી, 2025| Super Admin

મહાકુંભ: PM મોદીના ભત્રીજાએ મહાકુંભમાં મિત્રો સાથે ગાયું ભજન

મહાકુંભ: PM મોદીના ભત્રીજાએ મહાકુંભમાં મિત્રો સાથે ગાયું ભજન
યુપીના પ્રયાગરાજમાં મહાકુંભની ભવ્ય શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કરોડો ભક્તો સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે અને આ સિલસિલો ચાલુ છે. આ દરમિયાન મહાકુંભના ઘણા વીડિયો પણ સામે આવી રહ્યા છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આવો જ એક વીડિયો પીએમ મોદીના ભત્રીજાનો પણ છે. સચિન પંકજભાઈ મોદી મહા કુંભમાં ભજન ગાતા જોવા મળ્યા હતા પીએમ મોદીના ભત્રીજા સચિન પંકજભાઈ મોદી પણ કુંભ મેળામાં પહોંચ્યા છે. તે વ્યવસાયે કોમ્પ્યુટર એન્જિનિયર છે પરંતુ તેને ભજન ગાવાનો શોખ છે. સચિન તેના બે મિત્રો સાથે મહાકુંભમાં પહોંચ્યો છે અને આ મિત્રો વ્યવસાયે સીએ છે. સચિન અને તેના મિત્રોના જે વીડિયો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે તેઓ મહા કુંભ મેળામાં ભજન ગાઈ રહ્યા છે અને યુવાનોમાં સનાતન ધર્મ પ્રત્યે ઉત્સાહ જગાડી રહ્યા છે. સચિનને ધાર્મિક ગીતો ગાવામાં પહેલેથી જ રસ છે. તેણે તેના મિત્રો સાથે એક ભજન ગ્રુપ પણ બનાવ્યું છે અને દર શનિવારે તે તેના ગ્રુપ સાથે અમદાવાદ અને ગાંધીનગરના અલગ-અલગ કાફેમાં જાય છે અને હનુમાન ચાલીસા અને ભજન ગાય છે અને યુવાનોને પોતાની સાથે જોડે છે. જાણો પીએમ મોદીના પરિવાર વિશે દામોદરદાસ મોદી અને હીરાબેનને કુલ 6 બાળકો હતા, જેમાં પીએમ મોદી ત્રીજા સંતાન છે. બાકીના ભાઈ-બહેનો અમૃત મોદી, પંકજ મોદી, પ્રહલાદ મોદી, સોમા મોદી અને પુત્રી વાસંતી બેન હંસમુખલાલ મોદી છે. વાસંતીબેન પીએમ મોદીના એકમાત્ર બહેન છે. સોમા મોદી પીએમ મોદીના મોટા ભાઈનું નામ છે. પીએમ મોદીના બીજા મોટા ભાઈનું નામ અમૃત ભાઈ મોદી છે. જ્યારે પીએમ મોદી, પ્રહલાદ અને પંકજ ભાઈ મોદી કરતા મોટા છે. પંકજ માહિતી વિભાગમાંથી નિવૃત્ત થયા છે. પીએમ મોદીના માતા હીરાબેન પંકજ સાથે રહેતા હતા.  

સંબંધિત સમાચાર