રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા16 નવેમ્બર, 2024| Super Admin

કૈલાશ ટેકરીના પ્રાચીન શિવ મંદિરમાં મહા આરતીનું આયોજન

આજે દેવ દિવાળી નિમિત્તે શક્તિપીઠ અંબાજીમાં દર્શનાર્થીઓની ભારી ભીડ જોવા મળી હતી. શક્તિપીઠ અંબાજી મંદિરના આજુબાજુ અનેકો નાના-મોટા મંદિરો આવેલા છે. અંબાજી નજીક આવેલા કૈલાશ ટેકરી પર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. જ્યાં આજે દેવ દિવાળી નિમિત્તે શિવ મંદિરને શણગારવામાં આવ્યું હતું. સાથે સાથે સાંજની વિશેષ મહાઆરતી કરવામાં આવી હતી. દર વર્ષે કાર્તિકી પૂનમના રોજ કૈલાશ ટેકરીના શિવ મંદિરમાં પરંપરાગત અને વૈદિક મંત્રો ઉચ્ચાર સાથે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે આજે પણ આ શિવ મંદિરમાં મંદિરના પૂજારી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. 

મંદિરને રંગબેરંગી રોશની સહિત દીવડાવો અને રંગોલીથી શણગારાયું અંબાજીના પ્રાચીન શિવ મંદિરમા રંગબેરંગી લાઇટિંગ અને રોશની કરવામાં આવી હતી. અંબાજી નજીક નાની પહાડી ઉપર કૈલાશ ટેકરી શિવ મંદિર આવેલું છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું આ મંદિર આવે છે. દેવ દિવાળી એટલે દેવોની દિવાળી, આ દિવસે રંગબેરંગી લાઇટિંગ લગાવવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસરમાં દીવડાઓ લગાવવામાં આવ્યા હતા. તો સાથે સાથે રંગબેરંગી રંગોળી પણ બનાવવામાં આવી હતી. દીપમાળા પ્રજ્વલિત કરીને દેવદિવાળી પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. કેલાશ ટેકરી મંદિરમાં સાંજની આરતીમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા.

સંબંધિત સમાચાર