ઉલ્લેખનીય છે કે, કડી તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 50 કિલોમીટરથી વધુ લંબાઈમાં મુખ્ય નર્મદા કેનાલ અને માઈનોર કેનાલ પસાર થાય છે. કરણનગર વાય જંક્શન પાસેથી નર્મદા કેનાલના બે વિભાગ થાય છે - એક ઉત્તર ગુજરાત તરફ અને બીજો સૌરાષ્ટ્ર તરફ. આ કેનાલમાંથી વારંવાર લાશો મળવાની ઘટનાઓ બનતી રહે છે. પોલીસે હાલ બંને મૃતકોની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. અને તેમના પરિવારજનોની શોધખોળ ચાલુ છે.
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
કડી; મુખ્ય નર્મદા કેનાલમાંથી યુવક અને યુવતીની લાશ મળી આવતાં ચકચાર

કડી તાલુકાના આદુન્દ્રા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંથી એક યુવક અને યુવતીની લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોએ ગુરુવારે કેનાલમાં તરતી લાશો જોઈને, તુરંત કડી પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, યુવક અને યુવતીએ એકબીજાના હાથ દુપટ્ટાથી બાંધીને કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે કડી કુંડાળ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#suicide#woman#The bodies#young man#Kadi#Postmortem#Civil Hospital#The body was found#Narmada canal#With the help of local swimmers#The search for the family continues
સંબંધિત સમાચાર
મહેસાણાવડનગરના સુલીપુર ગામેથી શેરબજારમાં રોકાણના નામે રૂ. ૧૨ કરોડથી વધુના બેનામી ટ્રાન્ઝેક્શન આચરતી છેતરપિંડી ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા
6 કલાક પહેલા
મહેસાણાઊંઝા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ભેળસેળયુક્ત ખોળના વિવાદ બાદ 5 ગોડાઉનમાં તંત્રના દરોડા, કરોડોનો જથ્થો સીઝ
5 દિવસ પહેલા
મહેસાણાઊંઝા ગંજબજારમાં ઈસબગુલમાં જીએસટી દર શૂન્ય ટકા કરતા વેપારીઓમાં ખુશી
1 અઠવાડિયા પહેલા
