ભાભરમાં જૈન આગેવાનો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત..!

પર્યુષણ મહા પર્વ દરમિયાન વિસ્તારમાં કતલખાના ની દુકાનો બંધ રાખવાની માંગ; અહિંસા પરમો ધર્મને વરેલા જૈન સમાજના મહા પર્વ પર્યુષણની ઉજવણી કરવામાં આવનાર હોવાથી જૈન સમાજના આગેવાનો દ્વારા ભાભર વિસ્તારમાં ચાલતી કતલખાનાની દુકાનો બંધ કરાવવા પાલિકાના ચીફ ઓફિસર પાયલ દેસાઈને અધ્યાત્મ પરિવાર ટ્રસ્ટના નેજા હેઠળ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ભાભર વિસ્તારમાં ચાલતા કતલખાના સહિત માંસની દુકાનો તા. ૨૦/૮/૨૫ થી તા. ૨૭/૮/૨૫ સુધી બંધ રાખવા જૈન ધર્મના આગેવાનો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. પર્યુષણ મહા પર્વ જૈન ધર્મનો મોટો તહેવાર ગણાય છે. જેમાં પ્રર્વતન એટલે કે અહિંસાનું પાલન જૈન ધર્મમાં માનનાર લોકો માટે મહત્વનું છે. તેથી પર્યુષણ પર્વાધિરાજના ૯ દિવસ દરમિયાન પાલિકા વિસ્તારમાં હિંસા કાર્ય બંધ રહે તેવી રજૂઆત કરવામાં આવી છે.અને તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
ટેગ્સ:#Jain Community#Bhabhar Municipality#Paryushan Maha Parva#Ahimsa#Slaughterhouse Ban#Adhyatma Parivar Trust#Religious Request#Gujarat Civic Affairs#Non-Violence Festival#Payal Desai
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા નગરપાલિકાનું 'ખાડા રાજ': ખાડા પૂરવા ગયેલું ડમ્પર જ ભૂવામાં ગરકાવ, જેસીબીની મદદથી ભારે જહેમતે બહાર કઢાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં કોન્ટ્રાક્ટરની લાપરવાહી: વીરેન પાર્કથી માર્કેટયાર્ડ રોડ પર આડેધડ ખોદકામથી વાહનચાલકો ત્રસ્ત
1 દિવસ પહેલા
બનાસકાંઠાજલોતરામાં મેઘરાજાની બેટિંગ: દોઢ ઇંચ વરસાદથી પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
1 દિવસ પહેલા
બનાસકાંઠાઅરવલ્લીની ગિરિમાળામાં પ્રકૃતિનો સોહામણો નઝારો: જલોતરા ગામેથી ગુરુ પર્વતનું મનમોહક દૃશ્ય
1 દિવસ પહેલા
