રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રમતગમત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

અમદાવાદમાં રમાશે IPL 2026ની ગ્રાન્ડ ફિનાલે, પ્લેઓફનું શેડ્યૂલ જાહેર

અમદાવાદ: વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ IPL 2026 હવે તેના નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા પ્લેઓફ મુકાબલાઓનું શેડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે. સૌથી મહત્વના સમાચાર એ છે કે, આ સીઝનનો ખિતાબી જંગ એટલે કે ગ્રાન્ડ ફિનાલે 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

અમદાવાદમાં ચોથી વખત IPL ફાઈનલની મેજબાની
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સતત બીજા વર્ષે અને કુલ ચોથી વખત IPL ફાઈનલની મેજબાની કરવા જઈ રહ્યું છે. અગાઉ 2022, 2023 અને 2025માં પણ અહીં જ ફાઈનલ રમાઈ હતી. ગત વર્ષે (2025) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબને હરાવી ખિતાબ જીત્યો હતો, ત્યારે આ વર્ષે પણ અમદાવાદના મેદાન પર કઈ ટીમ ચેમ્પિયન બને છે તેના પર સૌની નજર રહેશે.

કેમ બેંગલુરુથી અમદાવાદ મેચ શિફ્ટ થઈ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલા ફાઈનલની યજમાની બેંગલુરુને સોંપવામાં આવી હતી. જોકે, ત્યાંના સ્થાનિક એસોસિએશન અને અધિકારીઓની કેટલીક માંગણીઓ BCCIના પ્રોટોકોલ સાથે સુસંગત ન હોવાથી વિવાદ સર્જાયો હતો. પરિણામે, BCCIએ સ્થળ બદલવાનો નિર્ણય લીધો અને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા અમદાવાદને ફરી એકવાર ફાઈનલની જવાબદારી સોંપી છે.

નોકઆઉટ મુકાબલાઓનું શેડ્યૂલ
પ્લેઓફની શરૂઆત 26 મેના રોજ ક્વોલિફાયર-1 થી થશે. આ વખતે નોકઆઉટ મેચો ધર્મશાલા અને ચંદીગઢ જેવા શહેરોમાં પણ રમાશે. હાલ ટુર્નામેન્ટમાં 48 મેચો પૂર્ણ થઈ ચૂકી છે અને 70 મેચોના અંતે પ્લેઓફની ચાર ટીમો નક્કી થશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર