રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રમતગમત9 મે, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

આઈપીએલ 2025: ફક્ત અઠવાડિયા માટે મોકૂફ, વિદેશી ખિલાડીઓને તેમના પરત દેશ મોકલવામાં આવી શકે છે  

આઈપીએલ 2025: ફક્ત અઠવાડિયા માટે મોકૂફ, વિદેશી ખિલાડીઓને તેમના પરત દેશ મોકલવામાં આવી શકે છે  

(જી.એન.એસ) તા. 09

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધતા તણાવને પગલે ઇન્ડિયન પ્રીમિયર લીગ એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી છે. ગુરુવારની નાટકીય ઘટનાઓ પછી – જ્યાં ધર્મશાળાના HPCA સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની રમત અધવચ્ચે જ છોડી દેવી પડી હતી – IPL 2025 માં સામાન્ય સ્થિતિ પાછી આવવાની અપેક્ષા હતી.

ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તંગદિલી વચ્ચે આઈપીએલ-2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હોવાનું બીસીસીઆઈના વાઈસ પ્રેસિડન્ટ રાજીવ શુકલાએ જણાવ્યું છે. 

રાજીવ શુકલાએ નિવેદન આપ્યું છે કે, ભારત અને પાકિસ્તાનની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં આઈપીએલની તમામ મેચો એક અઠવાડિયા સુધી મોફૂક કરવામાં આવી છે. આગામી સપ્તાહે આ સ્થિતિની સમીક્ષા કરી નવો શિડ્યુલ જાહેર કરાશે.

હાલ IPL 2025ની તમામ મેચ મોકૂફ રાખવામાં આવી છે. વિશ્વની સૌથી રોમાંચક T20 લીગની બાકીની મેચો પણ પરિસ્થિતિ સામાન્ય થયા પછી જ યોજાશે. તેની તારીખો પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. બીસીસીઆઈ ખાલી સ્ટેડિયમમાં મેચ રમાડવાનો વિકલ્પ પણ અપનાવી શકે છે. જો કે, દર્શકોની ગેરહાજરીમાં મેચ રમાડવાનો વિકલ્પ ભાગ્યે જ લેવાઈ શકે છે.



Source link

સંબંધિત સમાચાર