રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં આમ આદમી પાર્ટીની ચિંતન બેઠકમાં આંતરીક કકળાટ

ડીસામાં આમ આદમી પાર્ટીની ચિંતન બેઠકમાં આંતરીક કકળાટ

ડીસાની હિંદુ ધર્મશાળા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી વિધાનસભાની ચૂંટણીના સમયની રણનીતિ અને સંગઠનાત્મક મજબૂતી પર ચર્ચા કરવાનો હતો. આ બેઠકમાં ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં પાર્ટી વતી ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. પક્ષ દ્વારા આ ઉમેદવારોને સન્માનપત્ર આપીને તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું અને ચૂંટણી દરમિયાન તેમના ઉત્સાહને વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે  બેઠકમાં સંગઠન સામે કાર્યકરોનો આક્રોશ જોવા મળ્યો હતો  સન્માન કાર્યક્રમ બાદ બેઠકનો માહોલ તંગ બની ગયો હતો. ચિંતન બેઠકમાં જ કાર્યકરોએ પ્રદેશ અને જિલ્લા સંગઠન સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કાર્યકરોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, દિલ્હીથી આવેલા અમુક જવાબદાર કાર્યકર્તાઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક કાર્યકરોની અવગણના થઈ રહી છે.

​બેઠકમાં ઉપસ્થિત  પાયાના કાર્યકરોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, "આજે પાર્ટીમાં સત્ય બોલવું એ એક ગુનો બની ગયો છે. જો અમે પાર્ટી પ્રત્યેની લાગણીથી કોઈ રજૂઆત ન કરી શકીએ, તો કોને કહેવાનું ?" કાર્યકરોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, જિલ્લા સંગઠન અને પ્રદેશના હોદ્દેદારો પાયાના કાર્યકરોની રજૂઆતો સાંભળવા તૈયાર નથી અને અનેકવાર ફોન કરવા છતાં તેઓ ફોન ઉપાડવાની પણ તસ્દી લેતા નથી.

કાર્યકરોએ પાર્ટીના હોદ્દેદારોને ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, "નેતાઓએ એ વાત સમજી લેવી જોઈએ કે કાર્યકર્તા છે તો જ પાર્ટી છે. જો કાર્યકર્તા જ નારાજ હશે, તો પાર્ટી ક્યારેય મજબૂત થઈ શકશે નહીં." ઉત્તર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોનો હવાલો આપીને કાર્યકરોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે સંગઠનની નિષ્ક્રિયતા અને અહમને કારણે પાર્ટીને ભોગવવું પડ્યું છે. ​આ ઘટના બાદ આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ સંગઠન આ નારાજ કાર્યકરોને મનાવવામાં સફળ રહે છે કે પછી આ અસંતોષ આગામી સમયમાં મોટું સ્વરૂપ ધારણ કરશે ?

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર