રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | થરાદ

થરાદની થાણાશેરીમાં બે મહિનાથી પાણી ડહોળું આવતા રહીશો પરેશાન

થરાદની થાણાશેરીમાં બે મહિનાથી પાણી ડહોળું આવતા રહીશો પરેશાન
થરાદ શહેરના મુખ્ય બજારમાં જુના ગંજ બજારથી પાલિકા તથા ડૉ માધુના દવાખાનાં સુધીના વિસ્તારમાં બે મહિનાથી નળમાં ગંદુ પાણી આવવાના કારણે રહીશો તથા વેપારીઓને ના છુટકે ડહોળા પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.આ અંગે રહીશોએ અને વેપારીઓએ જણાવ્યું હતુંકે પાલિકાના જવાબદારોને મૌખિક રજુઆત કરીને ધ્યાન દોરવા છતાં| પણ કોઇ પગલાં ભરવામાં આવતાં નથી. આથી નગરજનોમાં રોષની લાગણી ફેલાયેલી જોવા મળી રહીછે.જો કે પાલિકાના સૂત્રોએ કેનાલમાંથી ડહોળું પાણી આવતું હોવાનું જણાવ્યું હતું થરાદ શહેરના જુના ગંજ બજારથી નગરપાલિકા અને ડૉ માધુ સાહેબની શેરીના થાણાશેરી ના મહાલક્ષ્મી વિસ્તારમાં છેલ્લા આઠ અઠવાડીયા જેટલા સમયથી નગરપાલિકા દ્રારા આપવામાં આવતું પાણી એકદમ ડહોળું અને વાસ મારતું આવતું હોવાના કારણે આ વિસ્તારના રહીશોમાં ભારે રોષ અને આક્રોશની લાગણી ફેલાયેલી જોવા મળી રહીછે. રહીશોએ જણાવ્યું હતુકે બળીયા હનુમાનથી નગરપાલિકા અને ડૉ માધુસાહેબના દવાખાના સુધીના વિસ્તારમાં ઘર અને વેપારીઓની દુકાનો આવેલી છે. આ વેપારીઓ તથા રહીશોને ન છુટકે આવા ગંદા પાણીનો વાપરવા માટે તથા ડહોળ હેઠી બેસે ત્યારે તેનો પીવા માટે પણ ઉપયોગ કરવો પડેછે.જેના કારણે રહીશોનું આરોગ્ય જોખમાવાની પણ પુરી દહેશત ફેલાવા પામી છે.આ અંગે રહીશોએ પાલિકામાં બે ત્રણવખત મૌખિક રજુઆતો કરી તેમની સમસ્યાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.તેમ છતાં પણ પાલિકાની ઉદાસીનતાના કારણે પ્રજાજનોને પાણીની સમસ્યાને લઇને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યોછે.જેના કારણે રહીશોમાં ભારોભાર રોષ અને આક્રોશની લાગણી પણ ફેલાયેલી જોવા મળી રહી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર