રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 નવેમ્બર, 2024| Super Admin

ડીસાના આસેડા ગામે ધોળા દિવસે બંધ મકાનમાંથી ચોરી તસ્કરો રૂપિયા 20.32 લાખ ઉપરાંતનો મુદ્દા માલ ઉઠાવી ગયા

ડીસાના આસેડા ગામે ધોળા દિવસે બંધ મકાનમાંથી ચોરી તસ્કરો રૂપિયા 20.32 લાખ ઉપરાંતનો મુદ્દા માલ ઉઠાવી ગયા
ડીસા તાલુકાના આસેડા ગામે ખેડૂતના બંધ મકાનમાંથી ધોળા દિવસે તસ્કરો ચોરી કરી 15 લાખની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 20,32,500 નો મુદ્દામાલ ઉઠાવી જતા ચકચાર મચી જવા પામી છે. ડીસા તાલુકાના આસેડા ગામે રહેતા અનિલભાઈ કાનજીભાઈ રબારી ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. તેઓ આજે દિવસે તેઓના ગામની બાજુમાં આવેલા વાડામાં બનાવેલા તબેલા ઉપર ગયા હતા. જ્યારે તેમના પરિવારજનો ગ્રામ પંચાયત ખાતે આધાર કાર્ડ લિંક કરાવવા ગયેલા હતા તેમજ ઘરની ચાવી અનિલભાઈ પાસે હતી. જેથી તેઓ તેમજ તેમના માતાજી ચારેક વાગે ભેંસો દોહવાના કામમાં વ્યસ્ત હતા ત્યારે તેમના પડોશીનો ફોન આવેલ કે તમારા ઘરે ચોરી થયેલ છે. જેથી અનિલભાઈ ઝડપથી ઘરે પહોંચી તપાસ કરતા તેઓના ઘરના મુખ્ય દરવાજાનું નકુચો તોડી કોઈ તસ્કરો અંદર પ્રવેશ કરેલ હોવાનું જણાયુ હતું.તસ્કરો ઘરમાં દીવાલમાં ચણેલી તિજોરી તોડી સામાન વેરણ કરી દીધેલો હતો. તેઓએ તપાસ કરતા ઘરમાં મુકેલા રૂપિયા 15 લાખ રોકડા તેમજ સોના અને ચાંદીના અલગ અલગ દાગીનાઓ કિંમત રૂપિયા  5,32,500 એમ કુલ મળી તસ્કરો રૂપિયા 20,32,500 નો મુદ્દા માલ ઉઠાવી ગયેલા હતા. જે બનાવની અનિલભાઈ રબારીએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી પોલીસે ડોગ સ્કવોર્ડ તેમજ એફએસએલની ટીમને બોલાવી તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર