રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા નજીક ગેરકાયદે પશુ હેરફેરી કરતી ગાડી ઝડપાઈ : ૧૪ પશુઓનો આબાદ બચાવ

ડીસા નજીક ગેરકાયદે પશુ હેરફેરી કરતી ગાડી ઝડપાઈ : ૧૪ પશુઓનો આબાદ બચાવ

​ડીસા તાલુકાના મોટા ગામ નજીકથી કતલખાને ધકેલાતા ૧૪ જેટલા અબોલ પશુઓને બચાવી લેવામાં સફળતા મળી છે. સ્થાનિક હિન્દુ યુવા સંગઠનના કાર્યકરોની સતર્કતા અને પોલીસની ત્વરિત કામગીરીને પગલે ગેરકાયદેસર પશુ હેરફેર કરતી એક આઇશર ગાડીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.​   

 મળતી માહિતી મુજબ, ડીસા નજીક આવેલા મોટા ગામ પાસેથી એક આઇશર ગાડી (નંબર: GJ-08-Z-6914) શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહી હતી. આ ગાડીમાં ક્રૂરતાપૂર્વક અને અત્યંત ખીચોખીચ રીતે ૧૪ જેટલા પશુઓને બાંધીને લઈ જવાઈ રહ્યા હતા. પશુઓની હેરાફેરી અંગે હિન્દુ યુવા સંગઠનના કાર્યકરોને ગુપ્ત માહિતી મળતા જ તેઓ તુરંત એક્શનમાં આવ્યા હતા. અને સ્થળ પર પહોંચી ગાડીને અટકાવી દીધી હતી.​કાર્યકરોએ ગાડી અટકાવ્યા બાદ તુરંત જ ૧૧૨ ઇમરજન્સી સેવા મારફતે પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને ગાડી સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો.

​પ્રાથમિક દ્રષ્ટિએ આ તમામ પશુઓને ક્રૂરતાપૂર્વક કતલખાનાના હવાલે કરવા લઈ જવાઈ રહ્યા હોવાની પ્રબળ આશંકા સેવવામાં આવી રહી છે. જોકે, પોલીસના જણાવ્યા અનુસાર સત્તાવાર વિગતો તપાસના અંતે જ સ્પષ્ટ થશે. ​પોલીસે તમામ ૧૪ પશુઓને મુક્ત કરાવી તાત્કાલિક સુરક્ષિત પાંજરાપોળ કે આશ્રયસ્થાનમાં મોકલી આપ્યા છે, જ્યાં તેમને ઘાસચારો અને પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. પોલીસે આ ગુનાહિત પ્રવૃત્તિ પાછળ કયા તત્વો સક્રિય છે અને ગાડી ક્યાંથી ક્યાં જઈ રહી હતી ? તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર