ધાનેરા તાલુકાના વોડા ગામમાંથી પ્રાઇવેટ સોલાર કંપનીની ૧૧ કેવીની હેવી વીજલાઇન પસાર થાય છે. પરંતુ આ હેવી વીજલાઇન પશુ પંખીઓ માટે ઘાતક પુરવાર થઈ રહી છે. તેમાંય ખાસ કરીને પર ભારતના રાષ્ટ્રીય પક્ષી મોર માટે તો આ વીજલાઈન નર્ક સમાન બની ગઈ છે. અઠવાડિયામાં ચારથી પાંચ જેટલા મોર અહીં વીજ કરંટના કારણે મોતના મુખમાં ધકેલાય છે.આ ઉપરાંત અનેક વાનરો પણ આ લાઈનના લીધે મૃત્યુ પામ્યા છે જેની કોઈ સીમા નથી. ગામના જીવદયા પ્રમીઓ દ્વારા નિર્દોષ પશુ પંખીઓને મરતા બચાવવા માટે યોગ્ય નિરાકરણ લાવવા સોલાર કંપનીને અનેકવાર રજૂઆત કરાઈ હોવા છતાં સોલાર કંપની કંઇપણ પગલા લેતી નથી.જેના કારણે છેલ્લાં છ મહિનાથી અહીંયા કેટલાય મોર અને વાંદરા આ લાઈન પર મૃત્યુના ભોગ બની રહ્યા છે.હવે કંપની આ મામલાને ગંભીરતાથી લે છે કે કેમ ? એ જોવાનું રહ્યું.
ધાનેરાના વોડા ગામની હેવી વીજલાઇન હજુ કેટલા રાષ્ટ્રીય પક્ષી મોરનો ભોગ લેશે?

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Community Advocacy#Animal Welfare#Dhanera Taluka#Environmental Concerns#Human-Wildlife Conflict#Conservation Efforts#Wildlife Protection#Electrical Safety#Peacock Electrocution#Voda Village#Power Line Hazards#Solar Company Accountability#National Bird of India#Urgent Action Needed
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
10 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
10 કલાક પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
2 દિવસ પહેલા
