રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
આંતરરાષ્ટ્રીય1 સપ્ટેમ્બર, 2025| Super Admin

હેનલી પાસપોર્ટ ઇન્‍ડેક્‍સ ૨૦૨૫ સિંગાપોરના પાસપોર્ટ પ્રથમ સ્‍થાન : ભારત ૭૬મા સ્‍થાને

હેનલી પાસપોર્ટ ઇન્‍ડેક્‍સ ૨૦૨૫ સિંગાપોરના પાસપોર્ટ પ્રથમ સ્‍થાન : ભારત ૭૬મા સ્‍થાને
ભારતે કૂદકો માર્યો, અમેરિકા ક્રેશ થયું, વિશ્વના સૌથી શક્‍તિશાળી પાસપોર્ટની યાદી જાહેર વિશ્વભરના દેશોના પાસપોર્ટની સ્‍થિતિ જણાવતી હેનલીએ તેનું નવું રેન્‍કિંગ જાહેર કર્યું છે. હેનલી પાસપોર્ટ ઇન્‍ડેક્‍સ ૨૦૨૫ માં ભારતે નોંધપાત્ર ઉછાળો નોંધાવ્‍યો છે. ૫૮ સ્‍થળોએ વિઝા-મુક્‍ત પ્રવેશ સાથે ભારત ૭૬મા સ્‍થાને પહોંચી ગયું છે. ભારતનો પાસપોર્ટ અગાઉ આ યાદીમાં ૮૦મા ક્રમે હતો. આવી સ્‍થિતિમાં, ભારત ચાર સ્‍થાન ઉપર કૂદકો માર્યો છે. ભારતીય પાસપોર્ટ પર ૫૮ દેશોમાં વિઝા-મુક્‍ત પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.ભારતનો પાસપોર્ટ કૂદકો માર્યો છે, જ્‍યારે અમેરિકાના પાસપોર્ટનો દરજ્જો ઘટયો છે. અમેરિકાનો પાસપોર્ટ આઇસલેન્‍ડ અને લિથુઆનિયા સાથે સંયુક્‍ત રીતે ૧૦મા સ્‍થાને આવી ગયો છે. આ બે દાયકામાં અમેરિકાનું સૌથી નીચું રેન્‍કિંગ છે. અમેરિકન નાગરિકોની વિઝા ફ્રી મોબિલિટીમાં ઘટાડો જોવા મળ્‍યો છે. બીજી તરફ, ભારતીયોની વૈશ્વિક પહોંચમાં વધારો થયો છે. સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી શક્‍તિશાળી છે. વૈશ્વિક સ્‍તરે, સિંગાપોર ૧૯૩ સ્‍થળોએ વિઝા ફ્રી એક્‍સેસ આપીને રેન્‍કિંગમાં ટોચ પર છે. આ પછી, જાપાન અને દક્ષિણ કોરિયા ૧૯૦ સ્‍થળો સાથે બીજા સ્‍થાને છે. ડેનમાર્ક, ફિનલેન્‍ડ, ફ્રાન્‍સ, જર્મની, આયર્લેન્‍ડ, ઇટાલી અને સ્‍પેન ૧૮૯ સ્‍થળો સાથે ત્રીજા સ્‍થાને છે.સ્‍વીડન, ઓસ્‍ટ્રિયા, બેલ્‍જિયમ, નોર્વે, લક્‍ઝમબર્ગ, નેધરલેન્‍ડ અને પોર્ટુગલ ૧૮૮ સ્‍થળો સાથે આ યાદીમાં ચોથા સ્‍થાને છે. સ્‍વિટ્‍ઝર્લૅન્‍ડ, ન્‍યુઝીલેન્‍ડ અને ગ્રીસ ૧૮૭ સ્‍થળો સાથે પાંચમા સ્‍થાને આવ્‍યા છે. નિષ્‍ણાતો કહે છે કે ભારતના પાસપોર્ટમાં સુધારાનો શ્રેય આંતરરાષ્‍ટ્રીય ભાગીદારીના વિસ્‍તરણ, પરસ્‍પર વિઝા કરારો અને G20, BRICS, ASEAN જેવા ફોરમમાં સક્રિય ભાગીદારીને જાય છે. આ ભારતના મજબૂત દ્વિપક્ષીય સંબંધો, અર્થતંત્ર અને સંરક્ષણ સહયોગ પર દેશના વ્‍યૂહાત્‍મક મહત્‍વને દર્શાવે છે. નિષ્‍ણાતો માને છે કે ભારતના પાસપોર્ટની વધેલી તાકાત એ વાતનો સંકેત છે કે દેશને આંતરરાષ્‍ટ્રીય બાબતોમાં એક જવાબદાર અને પ્રભાવશાળી ખેલાડી તરીકે જોવામાં આવી રહ્યો છે. આનાથી તેના નાગરિકો અને વિશ્વમાં તેની સ્‍થિતિ બંનેને ફાયદો થઈ રહ્યો છે.    

સંબંધિત સમાચાર