રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા17 ઑક્ટોબર, 2025| Super Admin

દિવાળી તહેવારોને લઇ આરોગ્ય વિભાગ એલર્ટ : બનાસકાંઠામાં 43 એમ્બ્યુલન્સ તૈનાત રહેશે

દિવાળી તહેવારોને લઇ આરોગ્ય વિભાગ એલર્ટ : બનાસકાંઠામાં 43 એમ્બ્યુલન્સ તૈનાત રહેશે

બનાસકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન 108 એમ્બ્યુલન્સના ઇમરજન્સી કોલમાં 41 થી 47 ટકાનો વધારો થવાની સંભાવના છે. આ સંભવિત વધારાને પહોંચી વળવા માટે 108 એમ્બ્યુલન્સની 43 ટીમો અને 180 કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. સામાન્ય રીતે, બનાસકાંઠા જિલ્લામાં 108 એમ્બ્યુલન્સને દૈનિક સરેરાશ 102 કોલ મળતા હોય છે. જોકે, તહેવારોના દિવસોમાં આ સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળે છે. આ વર્ષે 20 ઓક્ટોબરે દિવાળીના દિવસે અંદાજે 97 કોલ, 22 ઓક્ટોબરે બેસતા વર્ષના દિવસે 144 કોલ અને 23 ઓક્ટોબરે ભાઈબીજના દિવસે 150 કોલ મળવાનો અંદાજ છે.ગત વર્ષના આંકડાઓ પણ તહેવારોમાં કોલ વધારાની પુષ્ટિ કરે છે. ગત વર્ષે તહેવારોના ત્રણ દિવસમાં 370 થી વધુ કોલ આવ્યા હતા, જેમાં દિવાળીના દિવસે 99, નવા વર્ષના દિવસે 131 અને ભાઈબીજના દિવસે 143 કોલનો સમાવેશ થાય છે. બનાસકાંઠા જિલ્લા 108 ના પ્રોગ્રામ મેનેજર બળદેવભાઈ રબારીએ જણાવ્યું હતું કે, દિવાળીના રજાના માહોલ વચ્ચે પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલ સ્ટાફની જવાબદારી વધી જાય છે. EMRI GREEN HEALTH SERVICES 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ પણ આ સમયગાળા દરમિયાન વધુ એલર્ટ રહે છે. તહેવારો દરમિયાન અકસ્માત, ફટાકડા ફૂટવાથી શ્વાસની તકલીફ, મીઠાઈ અને ખાણી-પીણીને કારણે પેટના દુખાવાની ફરિયાદો, દાઝી જવાના કેસ, તેમજ ડાયાબિટીસ અને બીપી સંબંધિત ઇમરજન્સીમાં વધારો થતો હોય છે. લોકો વધુ ફરવા નીકળતા હોવાથી અકસ્માતના કિસ્સા પણ વધે છે.આ સંભવિત ઇમરજન્સીને પહોંચી વળવા માટે 108 દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવા માટે 108 ની ટીમ સતત સ્ટેન્ડબાય રહેશે અને સેવા પૂરી પાડવા સજ્જ છે.      

સંબંધિત સમાચાર