રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા27 જાન્યુઆરી, 2025| Super Admin

બનાસકાંઠામાં મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે ૭૬મા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી

બનાસકાંઠામાં મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે ૭૬મા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી
વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને દેશભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું કાર્યક્રમમાં વિવિધ વિભાગોના ટેબ્લો બન્યા આકર્ષણનું કેન્દ્ર, મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકો/કર્મયોગીઓને કરાયા સન્માનિત જિલ્લાના વિકાસ માટે મંત્રીના હસ્તે કલેકટરશ્રી મિહિર પટેલને રૂ.૨૫ લાખનો ચેક અર્પણ સુશાસનના મંત્રને ચરિતાર્થ કરવા વડાપ્રધાનએ GYANની સંકલ્પના રજૂ કરી ગરીબ,યુવા,અન્નદાતા અને નારીનું સન્માન કર્યું:- મંત્રી ઋષિકેશભાઈ પટેલ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ બાદ ડીજીટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશભરમાં એક માત્ર રાજ્ય બન્યું:-મંત્રી ઋષિકેશભાઈ પટેલ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે; બનાસકાંઠા જિલ્લા કક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઇ હતી. દાંતા તાલુકાના અંબાજી સ્થિત જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રીશ્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ આપતા મંત્રી ઋષિકેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે, દેશના બંધારણે આપણને વિચાર, વાણી, અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી છે. દુનિયાની સૌથી મોટી ભારતીય લોકશાહીની ખાસીયત છે કે તે, પ્રત્યેક નાગરિકના હક્કોનું રક્ષણ કરે છે. મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં વર્ષ ૨૦૦૧માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીની સેવાના યુગને આજે ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમા સમગ્ર દેશમાં બંધારણના હિતોનું રક્ષણ થઇ રહ્યું છે. પછી તે ૩૭૦ હટાવવાની વાત હોય કે પછી, ત્રિપલ તલાક, કે પછી તાજેતરમાં વન નેશન વન ઇલેશન લાવવા માટેના પ્રયાસો. બંધારણને તેમણે હંમેશા સર્વોપરી રાખીને જ દેશસેવાના કાર્યો કર્યા છે. મંત્રીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા દુર કરવા ઉત્તર ગુજરાતના તળાવોને નર્મદાના નીરથી જોડવામાં આવ્યા છે. જિલ્લાના થરાદ અને ધાનેરા તાલુકાના તળાવોને પાઇપલાઇનથી ભરવા રૂ.૧૪૧૧ કરોડની યોજનાને સરકારએ મંજુરી આપી છે અને સર્વેની કામગીરી ચાલુ છે. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લામાં ખેડુતોને ૧૮ હપ્તા પેટે રૂપિયા ૧૪૭૬ કરોડ મળ્યા છે. બનાસકાંઠા જિલ્લો વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૩.૬૦ મેટ્રીક ટન દુધ ઉત્પાદન સાથે દેશમાં પ્રથમ નંબરે છે. જે પશુપાલનમાં જિલ્લાએ કરેલી પ્રગતિ દર્શાવે છે. મંત્રીએ શિક્ષણ, નવીન વર્ગખંડો સહિત સ્વામીત્વ યોજના વિશે વાત કરી હતી. જિલ્લાના વિકાસ માટે રાજ્યસરકાર દ્વારા ફાળવવામાં આવેલ રૂ.૨૫ લાખનો ચેક મંત્રીના હસ્તે જિલ્લા કલેક્ટર મિહિર પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના ટેબલો જેમાં યુ.જી.વી.સી.એલ, આરોગ્ય વિભાગ, વન વિભાગ, કૃષિ વિભાગ, આઈ.સી.ડી.એસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બનાસ ડેરીના ટેબલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિધાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ સાંસ્કૃતિક કૃતિઓ થકી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. પોલીસ જવાનો દ્વારા અશ્વ અને ડોગ શો દ્વારા વિવિધ કરતબો રજૂ કરાઈ હતી.ત્યારબાદ મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધી મેળવેલ વ્યક્તિઓ, કર્મચારીઓ અને સંસ્થાઓનું સમ્માન કરવામાં આવ્યું હતું. મંત્રી અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

સંબંધિત સમાચાર