રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 સપ્ટેમ્બર, 2026| Super Admin

ડીસા તાલુકાના ગ્રામસેવકો મેદાને: પડતર પ્રશ્નોના નિરાકરણ માટે તંત્ર સામે ઉગ્ર વિરોધનો સૂર

ડીસા તાલુકાના ગ્રામસેવકો મેદાને: પડતર પ્રશ્નોના નિરાકરણ માટે તંત્ર સામે ઉગ્ર વિરોધનો સૂર

કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે નોંધાવ્યો વિરોધ, વિવિધ માંગણીઓના નિરાકરણ માટે આંદોલનાત્મક કાર્યક્રમોની જાહેરાત

સરકારશ્રી અને ખેડૂતો વચ્ચેની કડીરૂપ મહત્વની ભૂમિકા ભજવતા ગ્રામસેવકો દ્વારા પોતાના સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે. તેમ છતાં વ્યાજબી, ન્યાયસંગત અને હકીકત આધારિત રજૂઆતોને પૂરતું મહત્વ આપવામાં ન આવતું હોવાના આક્ષેપ સાથે ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા સરકારશ્રીને પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી.

મહામંડળ દ્વારા તા. ૦૧/૦૯/૨૦૨૬ના રોજ વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકારને ૭ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જોકે, આજદિન સુધી રજૂઆત અંગે કોઈ પ્રતિસાદ કે નિર્ણય ન મળતાં ગ્રામસેવક મહામંડળ દ્વારા વિવિધ તબક્કામાં આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે. આ આંદોલનના પ્રથમ તબક્કાના ભાગરૂપે  તા.૦૯/૦૯/૨૦૨૬ના રોજ ડીસા તાલુકાના ગ્રામસેવકોએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામસેવકોએ પોતાના પડતર પ્રશ્નોનો વહેલી તકે ન્યાયસંગત ઉકેલ લાવવા સરકાર સમક્ષ માંગ કરી હતી.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર