રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠાના ખેડૂતો માટે 'સુવર્ણ અવસર': ₹67 કરોડના ખર્ચે રાજ્યનો પ્રથમ 'PINS' પ્રોજેક્ટ મંજૂર

બનાસકાંઠાના ખેડૂતો માટે 'સુવર્ણ અવસર': ₹67 કરોડના ખર્ચે રાજ્યનો પ્રથમ 'PINS' પ્રોજેક્ટ મંજૂર

દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલથી 3600 એકર વિસ્તારમાં ખેડૂતોના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચશે; ફુવારા અને ટપક પદ્ધતિને વેગ મળશે

વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના અથાક પ્રયાસો થકી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતીમાં પાણીનો કરકસરભર્યો ઉપયોગ થાય અને ખેડૂતોની આવક બમણી થાય તેવા ઉમદા આશય સાથે રૂ. 67 કરોડના ખર્ચવાળા પ્રેસરાઇઝ ઇરિગેશન નેટવર્ક સિસ્ટમ (PINS) પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.માઇક્રો ઇરિગેશન (PINS) માટેનો આ ગુજરાતનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ બનશે.

દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલ આધારિત આ યોજનાથી આશરે 3600 એકર વિસ્તારને સીધો સિંચાઈનો લાભ મળશે.આ પ્રોજેક્ટ અંતર્ગત સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોના ખેતર સુધી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં આવશે, જેનાથી ખેડૂતો સરળતાથી ફુવારા અને ટપક પદ્ધતિ અપનાવી શકશે.​આ પ્રોજેક્ટ મંજૂર થવાથી ખેડૂતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંપરાગત સિંચાઈ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો હતો, જેની સામે હવે આધુનિક 'પિન્સ' (PINS) ટેકનોલોજીથી ઓછા પાણીએ વધુ પાક લઈ શકાશે. આનાથી જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહેશે અને મજૂરી ખર્ચમાં પણ ઘટાડો થશે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપવા બદલ બનાસકાંઠાના ખેડૂતો વતી મુખ્યમંત્રી તથા સિંચાઈ મંત્રી ઈશ્વરભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર