રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા16 જાન્યુઆરી, 2025| Super Admin

કતારોમાં ઊભા રહેવા મજબૂર : યુરિયા ખાતરની ગંભીર અછતને કારણે ખેડૂતોની હાલત કફોડી

કતારોમાં ઊભા રહેવા મજબૂર : યુરિયા ખાતરની ગંભીર અછતને કારણે ખેડૂતોની હાલત કફોડી
દાંતા તાલુકાના મંડાલી ગામમાં યુરિયા ખાતરની ગંભીર અછતને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ઠંડીમાં સવારે 6 વાગ્યાથી જ ખેડૂતો ખાતર મેળવવા માટે લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. દાંતા તાલુકામાં મોટાભાગે આદિવાસી જનજાતિ વસવાટ કરે છે. અહીંના મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે અને પોતાની આજીવિકા ચલાવવા માટે નાની-મોટી ખેતી કરે છે. પાર્થ એગ્રો સીડ્સના સંચાલક મણિભાઈ પ્રજાપતિના જણાવ્યા અનુસાર, છેલ્લા 10-15 દિવસથી ખાતરની ગંભીર અછત સર્જાઈ છે. એક ગાડીમાં માત્ર 500 કટ્ટા ખાતર આવે છે, જ્યારે માગ હજારો ખેડૂતોની છે. વળી, ખાતરની ગાડી 10 દિવસે આવતી હોવાથી સ્થિતિ વધુ વણસી છે. તાલુકામાં સિંચાઈના પાણીની અછત વચ્ચે ખેડૂતો રાત્રે પિયત કરવા મજબૂર છે. હવે ખાતરની અછતે તેમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. ખેડૂતોએ સરકાર અને તંત્ર પાસે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે. મોટાભાગના ખેડૂતો નિરાશ થઈને પાછા ફરે છે, જે તેમની ખેતી માટે ચિંતાજનક સ્થિતિ છે.

સંબંધિત સમાચાર