રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા4 ઑગસ્ટ, 2025| Super Admin

અંબાજી માં ભાદરવી પૂનમ મેળા પહેલા ફૂડ અને ડ્રગ વિભાગના દરોડા

અંબાજી માં ભાદરવી પૂનમ મેળા પહેલા ફૂડ અને ડ્રગ વિભાગના દરોડા

ભાદરવી પૂનમના મેળા પહેલાં અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લાના ફૂડ અને ડ્રગ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વિભાગે અલગ-અલગ ચાર ટીમો બનાવી 20 જેટલા ખાદ્ય એકમોની તપાસ કરી હતી. અધિકારીઓએ કાજુ જેવી મોંઘી વસ્તુઓ સહિત કુલ 50 કિલો જેટલી ખાદ્ય સામગ્રીનો નાશ કર્યો હતો. કેટલાક રેસ્ટોરન્ટના રસોડામાં ભારે ગંદકી પણ જોવા મળી હતી. આ બાબતે સંબંધિત માલિકોને કડક સૂચના આપવામાં આવી છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો બીજી વખત આવી ગેરરીતિ જોવા મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આગામી ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને વિભાગે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મેળા દરમિયાન હંગામી સ્ટોલ લગાવી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારા વેપારીઓ માટે ફૂડ લાઇસન્સ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ લાઇસન્સ અંબાજી ખાતેથી જ મેળવી શકાશે. આ પગલાં દ્વારા યાત્રાધામ અંબાજી આવતા યાત્રીકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સંબંધિત સમાચાર