રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

છાપી રેલ્વે ઓવરબ્રિજ માં પોણા ફૂટની જગ્યા થતા ભય નો માહોલ

છાપી રેલ્વે ઓવરબ્રિજ માં પોણા ફૂટની જગ્યા થતા ભય નો માહોલ
વારંવાર ક્ષતિગ્રસ્ત થવા ના કારણે ઓવરબ્રિજ ની કામગીરી સામે સવાલો ઉઠ્યા વડગામ તાલુકાના છાપી રેલ્વે ઉપર બનાવવામાં આવેલ ઓવરબ્રિજ માં અચાનક પોણા ફૂટ ની જગ્યા થતા બ્રિજ ઉપર થી પસાર થતા વાહન ચાલકો માં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે બ્રિજની મજબૂતાઈ સામે પણ સવાલ ઉઠવા પામ્યા છે. વડગામ તાલુકાના વેપારી મથક છાપી માં આવેલ રેલવે ઓવરબ્રિજ જે છાપી તેમજ હાઇવે ને જોડતો ઓવરબ્રિજ છે. આ ઓવરબ્રિજ ચાર વર્ષ પૂર્વે બનાવવામાં આવ્યો હતો.જોકે  છાપી તરફ ના ઓવરબ્રિજ ના ભાગ મા પોણા ફૂટ જેટલી જગ્યા થતા નાના નાના વાહનો ને નુકશાન થવા સાથે બ્રિજ ની મજબૂતાઈ સામે સવાલ ઉઠવા પામ્યા છે. આ ઓવરબ્રિજ ના કોન્ટ્રાકટર ની કામગીરી ને લઈ અનેક તર્કવિતર્ક પણ ઉભા થયા છે.ત્યારે ઓવરબ્રિજ ની સમીક્ષા કરવા સાથે ઉચ્ચ અધિકારીઓ નિરીક્ષણ કરી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. બ્રિજ ની સમીક્ષા કરવા માંગ; ગુજરાત માં વારંવાર ઓવરબ્રિજ ધરાસાઈ થવા ની ઘટના ના કારણે અનેક માસૂમ જીન્દગીઓ મોત ને ભેટી છે. ત્યારે વધુ એક બ્રિજ ક્ષતિગ્રસ્ત થવા ની ઘટના સામે આવી છે. જેથી સત્વરે બ્રિજ નું સમારકામ કરવા લોક માંગ ઉઠવા પામી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર