રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા15 જુલાઈ, 2025| Super Admin

પાલનપુર સ્વસ્તિક સ્કુલ પાસે માર્ગ પરનો રોડ તૂટી જતા દુર્ઘટનાની ભીતિ

પાલનપુર સ્વસ્તિક સ્કુલ પાસે માર્ગ પરનો રોડ તૂટી જતા દુર્ઘટનાની ભીતિ
નેશનલ હાઈવે પર અનેક મસમોટા ખાડા તેમ છતાં તંત્ર બેદરકાર પાલનપુર હનુમાન ટેકરીથી એરોમા સર્કલ જતા માર્ગ પર આવેલ સ્વસ્તિક સ્કૂલની બાજુમાં રોડ તૂટી ગયો હોવાના કારણે મોટી દુર્ઘટના સર્જવાની ભિતી સેવાઈ રહી છે. તેમ છતાં જાણે તંત્રના પેટનું પાણી પણ હલતું ન હોય તેમ મુક્ત પ્રેક્ષકની જેમ જોયા કરે છે. પરંતુ કામ કરવાની તસ્દી લેતું ન હોવાની રાવ ઉઠી છે.પાલનપુર શહેરમાં નેશનલ હાઇવેને જોડતા માર્ગો પર વરસાદના કારણે મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે અવાર-નવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું ન હોય તેમ મુક પ્રેક્ષકની જેમ જોયા કરે છે. પરંતુ આ સમસ્યાનો ઉકેલ લાવવાની તસ્દી લેતું નથી. તે જ રીતે પાલનપુર હનુમાન ટેકરીથી એરોમા સર્કલ સુધીના માર્ગ ઉપર સ્વસ્તિક સ્કૂલની બાજુમાં રોડ તૂટી ગયો છે. જેના કારણે મસ મોટો ભૂવો પડી ગયો છે. આ માર્ગ પર શાળાઓ પણ આવેલી છે અસંખ્ય વિદ્યાર્થીઓ આ માર્ગ ઉપરથી પસાર થાય છે. તેમજ આ માર્ગ રાજસ્થાનને જોડતો હોવાના કારણે દિવસ દરમિયાન આ માર્ગ પરથી અસંખ્ય વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. ત્યારે તંત્રની બેદરકારી કોઈ દુર્ઘટના નોતરે તેવી દહેશત સ્થાનિકોએ વ્યક્ત કરી હતી.      
  • Beta
Beta feature

સંબંધિત સમાચાર