રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા9 મે, 2026| Super Admin

વડગામના ખેડૂતો સરકાર સામે લાલઘૂમ: મગરવાડામાં કિસાન સંઘ સાથે બેઠક યોજી આંદોલનનું રણશિંગુ ફૂંક્યું

વડગામના ખેડૂતો સરકાર સામે લાલઘૂમ: મગરવાડામાં કિસાન સંઘ સાથે બેઠક યોજી આંદોલનનું રણશિંગુ ફૂંક્યું

વડગામ પંથકના ખેડૂતો પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે લાલઘૂમ થયા છે. વિવિધ મુદ્દા ઓને લઇ વડગામ તાલુકાના મગરવાડા ગામે કિસાન સંઘ અને ખેડૂતો વચ્ચે  બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગામડાઓના તળાવ ભરવા, બટાકામાં સબસીડી આપવા તેમજ બેંકોમાં ધિરાણ ભરવાના સમયે થતી હેરાનગતિ જેવા મુદ્દે ચર્ચા કરાઈ હતી. અને જો સરકાર આ પડતર મુદ્દાઓ ને લઇ યોગ્ય નિરાકરણ નહી લાવે તો ખેડૂતો એ અને કિસાન સંઘના આગેવાનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

બનાસકાંઠાના વડગામ તાલુકાના ખેડૂતો અને કિસાન સંઘના આગેવાનોની આજે મગરવાડા ખાતે બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં પડતર મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠક માં ગામડાઓના તળાવ ભરવા, બટાકામાં સબસીડી આપવા તેમજ બેંકોમાં ધિરાણ ભરવાના સમયે થતી હેરાનગતિ જેવા મુદ્દાઓને લઇ બેઠક મા ચર્ચા કરાઈ હતી. ખેડૂતો અને કિસાન સંઘ ના આગેવાનો એ કહ્યું હતું કે, સરકાર દ્વારા તળાવ ભરવા માટે પાઇપલાઇન નાખવામાં આવી પરંતુ તળાવ હજુ સુધી ભરાયા નથી હજુ સુધી ઘણા ગામડાઓમાં તળાવો ભરવા માટેની પાઇપલાઇન બાકી છે. બાજરીમા ટેકાનાં ભાવ જાહેર કરાય છે પરંતુ ખેડૂતો ને જાણ નથી કરાતી. બાજરીના ટેકાના ભાવ મા પણ નોંધણી તારીખ લંબાવવામાં આવે તેવી માંગ કરી હતી.

બટાકાના ભાવ તળિયે છે. ખેડુંતો ને નુકશાન થયું છે. ખેડૂતો આત્મ હત્યા કરે તેવી પરિસ્થિતિ છે. ભર ઉનાળે વડગામ પાલનપુર તાલુકાના ગામડાઓમાં પાણીની ગંભીર સમસ્યા છે. પાણીના તળ ઊંડા જતા ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વડગામ તાલુકાના બધા તળાવ નહી ભરાય તો ખેડૂતોની ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. સરકાર ખેડૂતોના મુદ્દાઓને લઇ યોગ્ય નિર્ણય નહી કરે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી વડગામ તાલુકા કિસાન સંઘના પ્રમુખ લક્ષ્મણભાઇ પટેલે ઉચ્ચારી હતી.

સંબંધિત સમાચાર