રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા22 એપ્રિલ, 2026| Super Admin

ચૂંટણી ટાણે ખેડૂતોને ‘મોંઘવારીનો ડામ’: રાસાયણિક ખાતરના ભાવમાં ધરખમ વધારો, જગતનો તાત ચિંતાતુર

ચૂંટણી ટાણે ખેડૂતોને ‘મોંઘવારીનો ડામ’: રાસાયણિક ખાતરના ભાવમાં ધરખમ વધારો, જગતનો તાત ચિંતાતુર

સલ્ફેટ અને એન.પી.કે. ખાતરમાં 40% સુધીનો વધારો, ખેતી ખર્ચ વધતા ખેડૂતોમાં ચિંતા

ગુજરાતમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની ગરમાહટ વચ્ચે ખેડૂતોને વધુ એક આર્થિક માર સહન કરવો પડી રહ્યો છે. રાજ્યમાં રાસાયણિક ખાતરના ભાવોમાં અચાનક અને નોંધપાત્ર વધારો થતાં ખેડૂત વર્ગમાં ભારે ચિંતા ફેલાઈ છે. ખેતી માટે આવશ્યક ખાતરના ભાવ વધવાથી ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની શક્યતા ઉભી થઈ છે.

માહિતી મુજબ, એમોનિયા સલ્ફેટ ખાતરનો ભાવ અગાઉ 950 રૂપિયા હતો, જે હવે વધીને આશરે 1400 થી 1450 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એ જ રીતે એન.પી.કે. ખાતરનો ભાવ 1450 રૂપિયાથી સીધો વધીને 2250 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ વધારો લગભગ 40 ટકા જેટલો હોવાનું કહેવાઈ રહ્યું છે, જે ખેડૂતો માટે મોટું બોજ સાબિત થઈ શકે છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, એક બાજુ ખેતી માટેના તમામ ઇનપુટ ખર્ચ—જેમ કે બીજ, દવાઓ અને મજૂરીમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે બીજી બાજુ પાકના યોગ્ય ભાવ મળતા નથી. આવી પરિસ્થિતિમાં ખાતરના ભાવમાં થયેલો વધારો ખેતીને વધુ મોંઘી અને જોખમી બનાવે છે.

સ્થાનિક ખેડૂત આગેવાનોનું કહેવું છે કે, જો સરકાર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે. તેઓએ ખાતરના ભાવ પર નિયંત્રણ લાવવા અને સહાય આપવામાં આવે તેવી માંગ પણ ઉઠાવી છે. ચૂંટણીના સમયમાં થયેલા આ વધારાને લઈને રાજકીય સ્તરે પણ ચર્ચાઓ તેજ બની છે. હવે જોવાનું રહ્યું કે સરકાર ખેડૂતોને રાહત આપવા માટે શું પગલાં લે છે.

સંબંધિત સમાચાર