રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા6 માર્ચ, 2026| Super Admin

પાલનપુર–કંડલા રેલ લાઇન પર ફાટક નં.28-C રેલ્વે તંત્ર દ્વારા બંધ કરવાની હીલચાલથી ખેડૂતોમાં રોષ

પાલનપુર–કંડલા રેલ લાઇન પર ફાટક નં.28-C રેલ્વે તંત્ર દ્વારા બંધ કરવાની હીલચાલથી ખેડૂતોમાં રોષ
વડાવલ–કુપટ ગામના ખેડૂતોના હિત માટે એડવોકેટ દ્વારા રેલવે તંત્ર અને જિલ્લા પ્રશાસનને રજુઆત ડીસા તાલુકાના કુપટ વડાવલ ગામે વચ્ચે આવેલ ફાટક નં. 28-C રેલ્વે તંત્ર હેઠળની પાલનપુર–કંડલા બ્રોડગેજ લાઇન પર બંધ કરવાની હીલચાલને લઇ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે વડાવલ ગામે ના ખેડૂત ઈશ્વરભાઈ લાલાભાઈ દેસાઈના હિતમાં એડવોકેટ મેરાજ એલ. દેસાઈ દ્વારા પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝન તેમજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને કાનૂની નોટિસ પાઠવવી રજુઆત કરવામાં આવી છે. આ અંગે નોટિસમાં જણાવ્યા મુજબ ફાટક “ટ્રાફિક ઓછું” હોવાના કારણસર કાયમી બંધ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, જે લોકહિત વિરુદ્ધ છે. વર્ષોથી આ ફાટક વડાવલ અને કુપટ ગામના ખેડૂતો માટે ખેતીની જમીન સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ રહ્યો છે. ફાટક બંધ થવાથી ખેડૂતોને લાંબા અને જોખમી વિકલ્પ માર્ગ અપનાવવા પડશે, જેના કારણે કૃષિ ઉત્પાદન અને આર્થિક પરિસ્થિતિ પર ગંભીર અસર પડી શકે છે. સાથે જ વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો અને દર્દીઓ માટે અવરજવર મુશ્કેલ બનશે તથા આપાતકાલીન આરોગ્ય સેવાઓમાં વિલંબથી જોખમ ઊભું થઈ શકે છે. નોટિસમાં 7 દિવસમાં લેખિત જવાબ માંગવામાં આવ્યો છે, નહીંતર કાયદેસર કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.    

સંબંધિત સમાચાર