રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા22 ડિસેમ્બર, 2025| Super Admin

મહેસાણાના ઐઠોરની પોસ્ટ ઓફિસમાં ઉચાપતનો કિસ્સો : નકલી સહી કરી ખાતેદારના 1.60 લાખની ઉચાપત કરી

મહેસાણાના ઐઠોરની પોસ્ટ ઓફિસમાં ઉચાપતનો કિસ્સો : નકલી સહી કરી ખાતેદારના 1.60 લાખની ઉચાપત કરી
પોલીસ ફરિયાદ બાદ પોસ્ટ માસ્તરને સસ્પેન્ડ કરાયા મહેસાણા જિલ્લાના અતિ પ્રાચીન અને પ્રસિદ્ધ ગણપતિ દાદાના નામે ઓળખાતા ઐઠોર ગામની છબીને દાગદાર કરતો કિસ્સો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઐઠોર ગામની પોસ્ટ ઓફિસમાં અજીબોગરીબ કિસ્સો બન્યો છે. જેમાં પોસ્ટ ઓફિસમાં જેતે સમયે ફરજ બજાવતા પોસ્ટ માસ્તર હર્ષદ પટેલ વિરુદ્ધ ગ્રાહકના પૈસાની ઉચાપત કરી ગ્રાહકના નાણાં ઉપાડી લઈને છેતરપીંડી કરવાના આરોપસર ઉનાવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. ઐઠોર ગામમાંઆ આવેલી પોસ્ટ ઓફિસમાં 2016 થી 2022 સુધી પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા હર્ષકુમાર વ્રજેશભાઈ પટેલે ત્રણ વર્ષ અગાઉ પોસ્ટ ઓફિસના જ એક ખાતેદારના બચત ખાતામાંથી ખાતેદારની નકલી સહીઓ કરી રૂ.1.50 લાખ ઉપાડી લીધા હતા. ખાતેદાર પાસબુકમાં એન્ટ્રી કરાવવા ધક્કા ખાતા હતા તેમ છતાં પણ પોસ્ટ માસ્તર દ્વારા ખાતેદારની પાસબુકમાં એન્ટ્રી ન કરી આપતા ખાતેદાસરના મનમાં શંકા ઉત્પન્ન થઇ હતી. જેના કારણે ખાતેદારે આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા તેમના પૈસાની ઉચાપત કરી છેતરપીંડી કરી હોવાનું જાણવા મળતા ખાતેદાર અજયસિંહ નીતિનસિંહ ચૌહાણે ઓતાના પૈસાની ઉચાપત કરવા બાબતે ઉચાપત કરનારા હર્ષદકુમાર પટેલ નામના પોસ્ટ માસ્તર વિરુદ્ધ નજીકના ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. ખાતેદાર અજયસિંહ નીતિનસિંહ ચૌહાણના ખાતામાંથી રૂ.એક લાખ એફડી કરવા આપેલા તે રકમ તેમજ રૂ.1.40 લાખ બચત ખાતામાંથી ખાતેદારની જાણ બહાર ઉપાડી લઇ ભારતીય ટપાલ વિભાગ સાથે પણ પોસ્ટ માસ્તર હર્ષદકુમાર પટેલે વિશ્વાસઘાત કર્યો હતો. જેતે સમયે પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા પોસ્ટ માસ્તર હર્ષદકુમાર પટેલે અજયસિંહ નીતિનસિંહ ચૌહાણ નામના ખાતેદારની ખોટી અને નકલી સહી કરીને ખાતેદારની રકમ ઉપાડી લીધા બાદ પાસબુકમાં તેની એન્ટ્રી કરી નહોતી. ખાતામાંથી રકમ ઉપાડનું એફડી ખાતુ પણ ખોલ્યું નહોતું. જેની જાણ થતા પોસ્ટ વિભાગમાંથી તપાસ થતાં પોસ્ટ માસ્ટરે ઉપાડ કરેલા નાણાનો વ્યવહાર ખાતેદારની જાણ બહાર કરી તેમને ચૂકવ્યા ન હોઇ ઉચાપત કરી હતી. કડકાઈપૂર્વક તપાસ બાદ આ પોસ્ટ માસ્તરે પોતાના ગુનાની કબૂલાત કરી રૂ.1.60 લાખ સરકારી ખાતામાં જમા કરાવી દેવા પડ્યા હતા જે બાદ આ રકમની રિકવરી કરી પોસ્ટ માસ્ટર હર્ષદકુમાર પટેલને હાલ સેવામાંથી દૂર કરી દેવામાં આવ્યા છે.      

સંબંધિત સમાચાર