રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

બનાસકાંઠા જિલ્લામાં ધરા ધ્રુજી..! 3.8ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી 34 કી.મી. દૂર

બનાસકાંઠા જિલ્લામાં ધરા ધ્રુજી..! 3.8ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી 34 કી.મી. દૂર
દાંતીવાડાનું ડેરી ગામ કેન્દ્ર બિંદુ: નુક્સાની ટળી બનાસકાંઠા જિલ્લામાં દેવ દિવાળી બાદ આજે ફરી એકવાર ધરા ધ્રુજી હતી. સાંજે 5 કલાક અને 28 મિનિટે ધરા ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 3.8ની તીવ્રતા વાળા ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 34 કી. મી.દૂર ડેરી ગામમાં નોંધાયું હોવાના અહેવાલ સાંપડ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આજે સાંજે 5.28 વાગે અચાનક ભૂકંપના આંચકા આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. 3.8 ની તીવ્રતાથી અને 3.3 કિલોમીટર ની ઊંડાઈ પર આવેલ ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી 34 કિલોમીટર દૂર દાંતીવાડા  તાલુકાનું ડેરી ગામ હોવાના અહેવાલ સાંપડ્યા છે. જોકે, ભૂકંપના આંચકા દાંતીવાડા અને ઈકબાલગઢ આસપાસના વિસ્તારોમાં અનુભવાયા હતા. ભૂકંપને પગલે કોઈ જાનહાની કે મોટા નુકસાનના સમાચાર સામે ન આવતા તંત્ર સહિત પ્રજાજનોએ પણ હાશકારો અનુભવ્યો હતો.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર