રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

જિલ્લા કલેક્ટર મિહિર પટેલની નાગરિકોને અચૂક મતદાન કરવા અપીલ

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આગામી તા.૨૬ એપ્રિલ, ૨૦૨૬ રવિવારના રોજ યોજાનાર છે, જ્યારે મતગણતરી તા. ૨૮ એપ્રિલ, ૨૦૨૬ મંગળવારના રોજ હાથ ધરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે વિગતવાર માહિતી આપતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લા પંચાયત, ૧૦ તાલુકા પંચાયતો તેમજ પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકાઓની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલના રોજ મતદાન યોજાશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને સુચારુ રીતે પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે ૧૯૬૧ મતદાન મથકો ખાતે ૧૫,૦૦૦ થી વધુ પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે.

જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાના આંગણે ઉજવાતા લોકશાહીના આ પવિત્ર તહેવારમાં દરેક નાગરિક પોતાનો મતાધિકાર જાગૃતતાપૂર્વક અને જવાબદારીથી ઉપયોગ કરે તે જરૂરી છે. મતદાન એ દરેકની પવિત્ર ફરજ પણ છે, જે દેશના લોકતંત્રને મજબૂત બનાવે છે. આ મહા પર્વમાં જિલ્લાના તમામ મતદારો - યુવાનો, ભાઈઓ, બહેનો તેમજ વડીલો ઉત્સાહભેર અને નિર્ભયતાથી ભાગ લે અને વધુમાં વધુ મતદાન કરે તે માટે તેમણે નાગરિકોને અપીલ કરી હતી. મતદાન પ્રક્રિયા પારદર્શક, નિષ્પક્ષ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. તેથી મતદારો નિર્ધારિત તારીખે પોતાના મતદાન કેન્દ્ર પર જઈને મતદાન કરે અને લોકશાહીના આ મહોત્સવને સફળ બનાવે તે માટે પણ તેમણે સૌને પ્રેરિત કર્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર