રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા16 એપ્રિલ, 2025| Super Admin

ધાનેરા; જન્મ-મરણ દાખલાં માટે ધર્મ ધક્કા અરજદારો મુશ્કેલીમાં

ધાનેરા; જન્મ-મરણ દાખલાં માટે ધર્મ ધક્કા અરજદારો મુશ્કેલીમાં

ધાનેરા પાલિકા કચેરી ખાતે છેલ્લા 10 દિવસથી જન્મ અને મરણના દાખલાં મેળવવા આવેલ અરજદારો માટે મુશ્કેલીનો માહોલ સર્જાયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી ફોર્મ નંબર 5 ની પૂરવઠા ન થવાથી દાખલાંની પ્રક્રિયા અટકી પડી છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો દાખલાં લેવા માટે કચેરી પહોંચે છે, પરંતુ ફોર્મની અછતને કારણે તેમને નિરાશ થતાં ધક્કાઓ ખાવા પડે છે. અરજદારો માટે આ પ્રક્રિયા વિઘ્નરૂપ બની રહી છે અને અનેક લોકો દિવસો સુધી દોડધામ કરવા મજબૂર બન્યા છે. ફોર્મ ન હોવાના કારણે બીજું કોઈ વિકલ્પ ન હોવાથી અરજદારો અટવાઈ ગયેલા છે. આ સ્થિતિએ પ્રશ્ન ઊભો થાય છે કે સ્થાનિક તંત્રે આ સ્થિતિનો પૂર્વ અંદાજ લઇને પહેલેથી વ્યવસ્થા શા માટે ન કરી? જણાવાયું છે કે આ સમસ્યા માત્ર ધાનેરા સુધી સીમિત નથી, પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના અન્ય શહેરો અને તાલુકાઓમાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે. હવે આ બાબતે તંત્ર શું પગલાં લે છે અને ક્યારે સુધી ફોર્મ ઉપલબ્ધ થાય છે, એ જોવાનું રહ્યું. ચીફ ઓફિસરે જણાવે કે રાજ્ય સરકારે ફોર્મ છપાવવા આપેલ હોય, જે 17-04-2025 ના રોજ જિલ્લામાં આવશે. ફોર્મ આવ્યાની બાદ કામગીરી શરૂ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર