રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ભાભર

ભાભર રેલવે સ્ટેશન પર ભુજ-દિલ્હી એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ અને લંબાવવાની માંગ

ભાભર રેલવે સ્ટેશન પર ભુજ-દિલ્હી એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ અને લંબાવવાની માંગ

ભાભર અને સરહદી વિસ્તારના લોકોની લાંબા સમયથી માંગ છે કે,  દૈનિક ભાભર થઈને પસાર થતી ભુજ–દિલ્હી એક્સપ્રેસ ટ્રેન નં. 19403/19404ને હરિદ્વાર સુધી લંબાવવામાં આવે અને ભાભર સ્ટેશન ખાતે સટોપેજ આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જો આ ટ્રેન ભાભરથી સીધી હરિદ્વાર સુધીની સુવિધા શરૂ થાય તો ભાભર ,વાવ થરાદ અને સુઈગામ તાલુકાના લોકોને પાલનપુર સુધી લાંબું અન્ય વાહન ભાડે કરીને જવાની મુશ્કેલી દૂર થાય અને હજારો મુસાફરોને મોટી રાહત મળે તેમ છે.

હાલમાં ભચાઉથી ભીલડી સુધી આશરે ૨૧૮ કિમીના અંતરમાં  સ્ટોપેજની સુવિધા ખૂબ ઓછી છે. આ લાંબા અંતરમાં ભાભર જેવા મહત્વના શહેર અને વેપારી મથકને સ્ટોપેજ આપવામાં આવે તો સરહદી વિસ્તારના લોકોને લાંબા અંતરની રેલ્વે ટ્રેનની સુવિધા મળી શકે છે. આ ટ્રેનના રૂટ પર આગળના વિસ્તારોમાં રેલવે સ્ટેશનો વચ્ચેના અંતરને ધ્યાનમાં લઈ મુસાફરોને સ્ટોપેજની સુવિધા આપવામાં આવે છે. ભીલડી પછી ધાનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ વગેરે વિસ્તારોમાં પણ ટ્રેનને સ્ટોપેજ મળે છે. 

ભાભર વાવ–થરાદ જિલ્લાનું બીજા નંબરનું મહત્વનું વેપારી કેન્દ્ર છે. અહીંથી વેપારીઓ, વિદ્યાર્થીઓ, દર્દીઓ, નોકરીયાતો તેમજ અન્ય મુસાફરોને દિલ્હી, હરિદ્વાર અને ઉત્તર ભારતના વિસ્તારોમાં જવા માટે રેલવેની સુવિધા પસંદ કરે છે. સરહદી વિસ્તારની જનતાની  લાંબા સમયથી માંગ છે કે, ભુજ–દિલ્હી એક્સપ્રેસ ટ્રેન નં. 19403/19404ને ભાભર રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવે તો અનેક લોકોને હરિદ્વાર જવા માટે પાલનપુર ટ્રેન પકડવા જવું ન પડે તેવું લોકોનું માનવું છે 

ભાભરથી હરિદ્વાર સુધી સીધી મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. મુસાફરોની આ જનહિતની માંગ ઉચ્ચ રેલવે અધિકારીઓ અને ભારત સરકારના રેલવે મંત્રાલય સુધી પહોંચાડવામાં આવે અને તાત્કાલિક ધોરણે ભાભર રેલ્વે સ્ટેશન ઉપર સટોપેજ મળે તેવી માંગ ઉઠી રહી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#bhabhar

સંબંધિત સમાચાર