રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

આંગણવાડી અને તેડાગર બહેનોને સરકારી કર્મીનો દરજ્જો આપવાની માંગ

આંગણવાડી અને તેડાગર બહેનોને સરકારી કર્મીનો દરજ્જો આપવાની માંગ

પાલનપુર ખાતે બહેનોએ એકત્ર થઈ હાઇકોર્ટના ચુકાદાનો અમલ કરવાની કરી માંગ આંગણવાડી કાર્યકરો અને તેડાગરો બહેનોને સરકારી કર્મચારીનો દરજ્જો આપવાની માંગ સાથે આજે પાલનપુરમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકત્ર થઈ હતી. છેલ્લા કેટલાય સમય થી પડતર માંગ ને લઈને આંગણવાડી કર્મચારી સભા ગુજરાત દ્વારા  આંગણવાડી કાર્યકરો અને તેડાગરો બહેનોએ  આંદોલન નું શસ્ત્ર ઉગામ્યું હતું. જેમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને સરકારી કર્મચારી વર્ગ 3  અને 4 માં સમાવેશ કરવા માટેની લડત ચાલી રહી હતી. 

જોકે તાજેતરમાં  નામદાર ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો  આપ્યો છે. જેમાં રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, છ મહિનામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને  વર્ગ ત્રણ અને વર્ગ-૪માં સમાવી લેવા આદેશ આપ્યો હતો. જેને  લઈને હવે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી વર્કર, હેલ્પરોને ગુજરાત સિવિલ સર્વિસીસ જનરલ 1967 મુજબ સરકારી કર્મચારી વર્ગ ૩ અને વર્ગ ચાર ને ગણવા અને તેમજ અન્ય લાભના હક આપવા માટે આંગણવાડી કાર્યકરોને અને તેડાગરોને સરકારી દરજ્જો ઝડપથી આપવા આવે તે માટે સરકાર સામે માંગ કરી છે. જે માંગને લઈને આજે પાલનપુર ખાતે આંગણવાડી બહેનોએએ એકત્ર થઈ હાઇકોર્ટનો આભાર માની હાઇકોર્ટના ચુકાદાનો તાકીદે અમલ કરવાની માંગ કરી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર