રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા16 માર્ચ, 2025| Super Admin

ભાભરના બળોધણ ગામે હનુમાનજીની મૂર્તિમાંથી તેલ-સિંદૂર નીકળતા કુતુહલ

ભાભરના બળોધણ ગામે હનુમાનજીની મૂર્તિમાંથી તેલ-સિંદૂર નીકળતા કુતુહલ
જમીનમાં ખોદકામ કરતા હનુમાનજીની મૂર્તિ નીકળી; ભાભર તાલુકાના બળોધણ ગામે વર્ષો જૂનું છબીલા હનુમાનજીનું મંદિર આવેલ છે. જે મંદિરનું ગામ લોકો દ્વારા નવનિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેને લઇ ખોદકામ કરતા જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ મળેલ. તેને કાઢી બહાર મૂકતા અચાનક હનુમાનજીની મૂર્તિમાં તેલ સિંદૂર નીકળતું જોવા મળતા ગામના લોકો ભેગા થયેલ અને મૂર્તિની સફાઈ કરવામાં આવેલ પરંતુ કલાક બાદ ફરી મૂર્તિમાં તેલ જેવો પદાર્થ તેમજ સિંદૂર જોવા મળેલ. જેને લઇ વર્ષોજુની મૂર્તિ ચમત્કારીક હોવાનું ગામ લોકોનું કહેવું છે.ગામના વૃદ્ધ વડીલોના જણાવ્યા પ્રમાણે બળોધણ ગામે આવેલ હનુમાનજીનું મંદિર વર્ષો જૂનું છે. પરંતુ આવી નાની મૂર્તિ મંદિરમાં ક્યારેય જોઈ નથી. બળોધણ ગામે છબીલા હનુમાનજી મંદિરનું 2 મહિનાથી કામ ચાલુ છે. જેમાં એક મહિના પહેલા ખોદ કામ કરતા એક હનુમાનજીની મૂર્તિ નીકળેલ. જે મૂર્તિ ગામ લોકો દ્વારા સાઇડમાં મૂકી બીજા દિવસે જોતા મૂર્તિમાં તેલ સિંદૂર નીકળતા ચમત્કાર લાગતા લોકો ભેગા થયા હતા અને હકીકત જાણવા મૂર્તિને પાણી શેમ્પૂ સહિત વસ્તુથી સફાઈ કરી હતી પણ કલાક બાદ ફરી મૂર્તિ તેલ સિંદૂરવાળી જોવા મળી હતી. આ હનુમાન દાદાનો ચમત્કાર છે. કુતૂહલવશ અહીં મૂર્તિના દર્શન કરવા લોકો ઉમટી રહ્યા છે.

સંબંધિત સમાચાર