પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણની સગીરાનું અપહરણ અને દુષ્કર્મ બદલ યુવકને કોર્ટે પોક્સો કેસમાં સજા ફટકારી

20 વર્ષની સખ્ત કેદ, 55 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ થી એક માસની કેદની સજા
પાટણની સ્પેશ્યલ પોક્સો કોર્ટે સગીરાનું અપહરણ અને દુષ્કર્મ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી રાહુલ ગણપતભાઈ પ્રજાપતિ (ઉ.વ.24) ને 20 વર્ષની સખ્ત કેદ અને રૂ. 55,000 નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ ત્રણ થી એક માસની કેદની સજા ભોગવવી પડશે. જજ બી.કે. બારોટે આરોપીને બીએનએસ કલમ 137(2) તથા 87 હેઠળ ત્રણ વર્ષની સખ્ત કેદ અને 5,000 નો દંડ, તેમજ પોક્સો એક્ટની કલમ 5(એલ) અને 6 હેઠળ 20 વર્ષની સખ્ત કેદ અને રૂ. 50,000 નો દંડ ફટકાર્યો હતો.
આ કેસમાં સરકારી વકીલ જનકભાઈ ડી. ઠક્કરે રજૂઆત કરી હતી. કોર્ટે દુષ્કર્મ પીડિતાને રૂ.1 લાખનું વળતર ચૂકવવા માટે પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભલામણ પણ કરી છે.આ કેસની વિગત એવી છે કે, પાટણમાં રહેતી એક સગીરા 8 નવેમ્બર, 2024 ના રોજ ગુમ થઈ ગઈ હતી. તેના પિતાએ આ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ભોગ બનનાર સગીરા અને આરોપી મળી આવ્યા હતા. તેમના નિવેદનોના આધારે કેસમાં પોક્સો એક્ટની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આગેપી અને સગીગ પાટણથી ભાગીને અલગ-અલગ જગ્યાએ રોકાયા હતા અને દ્વારકા જઈને લગ્ન કર્યા હોવાનું સગીરાએ નિવેદનમાં જણાવ્યું હતું. સગીરાએ એમ પણ જણાવ્યું હતું કે આરોપીએ તેની સંમતિથી સંબંધ બાંધ્યો હતો.
જોકે, કોર્ટે નોંધ્યું હતું કે ભોગ બનનાર સગીર હોવાથી તેણે આપેલી સંમતિ કાયદેસરની સંમતિ ગણી શકાય નહીં. સગીર સાથે કરવામાં આવેલા લગ્ન પણ કાયદેસરના ગણી શકાય નહીં. આથી, ફરિયાદ પક્ષ પોતાનો કેસ શંકા રહિત પૂરવાર કરવામાં સફળ રહ્યો હોવાનું કોર્ટે જણાવી ઉપરોક્ત સજા ફટકારી હતી.
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
12 કલાક પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
12 કલાક પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
2 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
2 દિવસ પહેલા
