રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા29 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુરમાં કોંગ્રેસે યોજી બિસ્માર રોડની સ્મશાનયાત્રા; પોલીસે કાર્યકરોની કરી અટકાયત

પાલનપુરમાં કોંગ્રેસે યોજી બિસ્માર રોડની સ્મશાનયાત્રા; પોલીસે કાર્યકરોની કરી અટકાયત
પાલનપુર નગરપાલિકામાં બાંધકામ કમિટીના રાજમાં શહેરમાં ઠેરઠેર બિસ્માર રોડને લઈને વિપક્ષ કોંગ્રેસ મેદાનમાં આવી હતી. આજે કોંગ્રેસ દ્વારા બિસ્માર રોડની સ્મશાનયાત્રા કાઢતા પોલીસ દોડી આવી હતી. જ્યાં પોલીસે કોંગ્રેસના કાર્યકરો ની અટકાયત કરી હતી. પાલનપુર શહેરમાં વિકાસના નામે સૌથી વધુ કામ રોડ રસ્તાના થયા છે. ત્યારે કમિશન અને કટકીના આક્ષેપોનો સામનો કરનાર બાંધકામ કમિટીના રાજમાં તકલાદી રસ્તાઓ બનતા ઠેર ઠેર રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા હોવાની બુમરાણ મચી છે. કરોડો રૂપિયા ના આંધણ છતાં રસ્તાઓની ભંગાર હાલતને લઈને વિપક્ષ કોંગ્રેસ રોડ પર આવી હતી. શહેરના ધારાસભ્ય, કલેકટર અને એસ.પી.ના નિવાસ સ્થાનને જોડતા ડેરી રોડની ભંગાર હાલતને લઈને કોંગ્રેસે રોડની સ્મશાનયાત્રા કાઢી હતી. દરમિયાન, પોલીસને જાણ થતાં દોડી આવેલી પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી. આ રોડ પર શાળા- કોલેજો આવેલી છે. ત્યારે બિસ્માર રોડને લઇને અકસ્માત થવાની પણ શકયતા રહી છે. ત્યારે કોઈ દુર્ઘટનાની રાહ જોયા વગર તંત્ર તાકીદે રોડ રસ્તાનું સમારકામ કરાવે તેવી માંગ કોંગ્રેસે કરી હતી. લોકોની સમસ્યાને વાચા આપનાર વિપક્ષને દબાવવા માટે ભાજપ સરકાર પોલીસને આગળ કરી લોકશાહીનું હનન કરી રહી હોવાના આક્ષેપો કોંગ્રેસે કર્યા હતા. બાંધકામ કમિટીના પાપે વગોવાતો વહીવટ; આમ, માનસરોવરના રીનોવેશન મુદ્દે વગોવાયેલ બાંધકામ કમિટી ના ચેરમેન દિલીપ પટેલના રાજમાં શહેરના રોડ રસ્તાઓની બદતર હાલત થઈ છે. બાંધકામ કમિટીના પાપે ભાજપના નગર પાલિકાના સત્તાધીશોનો વહીવટ વગોવાઈ રહ્યો હોવાની બુમરાણ મચી છે. ત્યારે ભાજપ મોવડી મંડળ બાંધકામ કમિટીના કથિત ભ્રષ્ટાચાર પર લગામ લગાવે તેવી માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર