રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | થરાદ

બનાસકાંઠા સહિત વાવ થરાદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેતરોમાં ચિંતાના વાદળો

બનાસકાંઠા સહિત વાવ થરાદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેતરોમાં ચિંતાના વાદળો

ડીસા સહિત જિલ્લામાં વગડે ઉગેલું ઘાસ સુકાયું, ખરીફ પાક પર પણ વરસાદની અછતની અસર

વરસાદ પર નિર્ભર ખેડૂતોની આકાશ તરફ મીટ, ભૂગર્ભ જળસ્તર નીચું હોવાથી સિંચાઈનો વિકલ્પ મુશ્કેલ

 આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો ઉભા પાકને નુકસાનની ભીતિ, ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ 

 ચાલુ ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ પડ્યા બાદ ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે. ડીસા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદના લાંબા વિરામના કારણે વગડે ઉગેલું ઘાસ સુકાઈ જવા લાગ્યું છે, જ્યારે ખેતરોમાં વાવેતર કરાયેલા ખરીફ પાકને પણ જરૂરી ભેજ અને પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

ચોમાસાની શરૂઆતમાં પ્રથમ સારો વરસાદ થતાં ખેડૂતોએ બાજરી, મગફળી સહિતના ખરીફ પાકોનું વાવેતર કરી દીધું હતું. પરંતુ જુલાઈ બાદ ઓગસ્ટ મહિનામાં પણ વરસાદની આશા રાખતા ખેડૂતોને નિરાશા સાંપડી છે. વરસાદ ખેંચાતા હવે ઉભા પાકને બચાવવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ બિયારણ, વાવણી અને અન્ય ખર્ચ મળીને એક વીઘા દીઠ આશરે રૂ. પાંચ હજાર જેટલો ખર્ચ થયો છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો આ ખર્ચ પાણીમાં જવાની ભીતિ છે. બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં ખેડૂતો પાસે સિંચાઈની પૂરતી સુવિધા નથી. બીજી તરફ ભૂગર્ભ જળસ્તર પણ નીચું હોવાથી બોરવેલ દ્વારા સિંચાઈ કરવી દરેક ખેડૂત માટે શક્ય નથી. જેના કારણે આકાશી ખેતી પર નિર્ભર ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે વરસાદ ખેંચાતા રખડતા પશુઓ માટે ઘાસચારાની સમસ્યા સર્જાઇ છે. 

જુલાઈ દરમિયાન પડેલા સારા વરસાદથી વગડામાં ઘાસચારો ઊગી નીકળ્યો હતો. જેના કારણે રખડતા પશુઓને ચારો મળી રહ્યો હતો. પરંતુ ત્યારબાદ વરસાદ નહીં થતાં ઘાસ સુકાઈ જતાં પશુપાલકો અને રખડતા પશુઓની મુશ્કેલીમાં વધારો થયો છે હવે ખેડૂતોની નજર ફરી મેઘરાજા પર મંડાઈ છે. જો આગામી દસેક દિવસ સુધી વરસાદ નહીં પડે તો વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે. ખેડૂતો દ્વારા સરકાર પાસે ખેતીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જરૂરી સર્વે કરાવી યોગ્ય સહાય અને પાણીની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી રહી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર