રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
આંતરરાષ્ટ્રીય7 મે, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ભારત અને પાકિસ્તાન સંયમ રાખે જેથી પરિસ્થિતિ વધુ ન બગડે: ચીન

ભારત અને પાકિસ્તાન સંયમ રાખે જેથી પરિસ્થિતિ વધુ ન બગડે: ચીન

ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ ચીને આપી બન્ને દેશોને સલાહ

(જી.એન.એસ) તા. 7

બિજીંગ,

ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર એરસ્ટ્રાઇક કર્યા બાદ વિશ્વભરથી પ્રતિક્રિયાઓ આવવાની શરુઆત થઈ છે ત્યારે આ મામલે ચીન દ્વારા કહેવામાં આવ્યું હતું કે,  ‘સૈન્ય કાર્યવાહીથી અમે ચિંતિત છીએ. ભારત અને પાકિસ્તાન હંમેશા પડોશી રહેશે અને બંને ભારતના પડોશી દેશ છે. ચીન તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે. અમે બંને પક્ષોને શાંતિ અને સ્થિરતા માટે પગલાં લેવા અપીલ કરીએ છીએ, બંને દેશો સંયમ રાખે જેથી પરિસ્થિતિ વધુ ન બગડે.’ આમ તો પાકિસ્તાનને ચીનથી જ સૌથી વધુ આશા હતી, જોકે ચીને પોતાના નિવેદન સીધું જ પાકિસ્તાનનું સમર્થન નથી કર્યું અને બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી છે.

ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એરસ્ટ્રાઇક કરવામાં આવી છે. એરસ્ટ્રાઇક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતાં કહ્યું છે કે, ‘ન્યાય થયો, જય હિન્દ’. 



Source link

સંબંધિત સમાચાર