રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
આંતરરાષ્ટ્રીય4 એપ્રિલ, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

અમેરિકાના ટેરિફ લગાવવા પર ચીને આપ્યો વળતો જવાબ, અમેરિકા પર 34 ટકા ટેરિફની જાહેરાત

અમેરિકાના ટેરિફ લગાવવા પર ચીને આપ્યો વળતો જવાબ, અમેરિકા પર 34 ટકા ટેરિફની જાહેરાત

(જી.એન.એસ) તા.4

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલે દુનિયાભરના દેશો પર ટેરિફની જાહેરાત કર્યા બાદ જાણે વેપાર યુદ્ધની શરૂઆત થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. દુનિયાના મોટા ભાગના દેશોએ ટેરિફનો વિરોધ કર્યો છે તથા જવાબ આપવાની તૈયારી દર્શાવી છે. એવામાં હવે ચીને પણ અમેરિકા પર ટેરિફની જાહેરાત કરી છે.

અમેરિકાને ટેરિફ લગાવવા પર વળતો જવાબ આપવા માટે હવે ચીને 34 ટકા ટેરિફની સાથે નિકાસ પર નિયંત્રણની પણ જાહેરાત કરી છે. ચીન અમેરિકાને અત્યાર સુધી દુર્લભ ધાતુ જેવી કે સમારિયમ, ગેડોલીનીયમ, ટેરબિયમ આપતું હતું. જોકે ચોથી એપ્રિલથી આ તમામ દુર્લભ ધાતુની નિકાસ પર નિયંત્રણ કરવામાં આવશે. 

ચીન દ્વારા અમેરિકાની પ્રોડક્ટ્સ પર 34 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. ચીનના નાણાં વિભાગે કહ્યું છે કે અમેરિકાની સરકારે ચીની સામાન પર ટેરિફ લગાવતો છે જે આંતરરસહતરિય વેપાર નિયમોની વિરુદ્ધ છે અને અમારા અધિકારોનું હનન છે. આ પ્રકારની દાદાગીરી અમેરિકાના હિતોને જ નુકસાન પહોંચાડશે તથા સાથે સાથે વૈશ્વિક આર્થિક વિકાસ અને સપ્લાય ચેન સામે ખતરો ઊભો કરશે.’ ચીને અગાઉ અમેરિકાને અપીલ કરી હતી કે જે પણ મતભેદ હોય તેમનું વાતચીતના માધ્યમથી સમાધાન લાવવું જોઈએ. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર