રખેવાળ
બ્રેકિંગ
આંતરરાષ્ટ્રીય26 જુલાઈ, 2025

થાઇલેન્‍ડ - કંબોડિયાએ એકબીજા પર તોપના ગોળાથી હુમલો કર્યો : ૩૨ના મોત

થાઇલેન્‍ડ - કંબોડિયાએ એકબીજા પર તોપના ગોળાથી હુમલો કર્યો : ૩૨ના મોત
કંબોડિયાએ થાઇ સેના પર કલસ્‍ટર બોમ્‍બનો આરોપ મુકયો : બે દિવસના ભયંકર યુધ્‍ધ બાદ કંબોડિયા ઝુકયું : યુએનને યુધ્‍ધવિરામની અપીલ કરી : થાઇલેન્‍ડે મધ્‍યસ્‍થી પ્રસ્‍તાવ ફગાવ્‍યો થાઇલેન્‍ડની સરહદે ખેદાન-મેદાન : હજારો લોકોના ઘર તબાહ : ૨૩ હજારથી વધુને સુરક્ષિત સ્‍થળે ખસેડાયા દક્ષિણપૂર્વ એશિયામાં ફરી એકવાર યુધ્‍ધ શરૂ થતા વિશ્‍વના દેશોમાં ચિંતાનો માહોલ છે. છેલ્લા બે દિવસથી થાઈલેન્‍ડ અને કંબોડિયા વચ્‍ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્‍યાર સુધીમાં ૩૨ લોકોના મોત થયા છે અને હજારો લોકોને ઘર છોડવાની ફરજ પડી છે. દરમિયાન, કંબોડિયાએ સંયુક્‍ત રાષ્‍ટ્ર દ્વારા કોઈપણ શરત વિના ‘તાત્‍કાલિક યુદ્ધવિરામ' માટે અપીલ કરી છે. કંબોડિયાના યુએન રાજદૂત ચેયા કિયોએ કહ્યું, અમે ઇચ્‍છીએ છીએ કે યુધ્‍ધ તાત્‍કાલિક બંધ થાય. ઉપરાંત, આ વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવો જોઈએ. જોકે, આ પ્રસ્‍તાવ પર થાઈલેન્‍ડ તરફથી અત્‍યાર સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ મળ્‍યો નથી. થાઈલેન્‍ડે સરહદને અડીને આવેલા તેના આઠ જિલ્લાઓમાં માર્શલ લો લાગુ કર્યો છે. કાર્યકારી વડાપ્રધાન ફુમથમ વેચાયચાઈએ ચેતવણી આપી છે કે પરિસ્‍થિતિ ખુબજ ખરાબ થઈ રહી છે. તેમણે કહ્યું કે હવે અથડામણો ફક્‍ત ગોળીબાર સુધી મર્યાદિત નથી, પરંતુ ભારે શષાોનો ઉપયોગ થઈ રહ્યો છે અને. થાઈલેન્‍ડના આરોગ્‍ય મંત્રાલયે જણાવ્‍યું હતું કે અત્‍યાર સુધીમાં લગભગ ૫૮,૦૦૦ લોકો સરહદ પરના ગામડાઓ છોડીને ભાગી ગયા છે. કંબોડિયાએ કહ્યું કે ૨૩,૦૦૦ થી વધુ લોકો સુરક્ષિત વિસ્‍તારોમાં ગયા છે. શાળાઓ બંધ છે, મંદિરો પાસે વિસ્‍ફોટ થઈ રહ્યા છે અને ગ્રામજનો પોતાના ખેતરો છોડીને પ્‍લાસ્‍ટિકના તંબુઓમાં રહી રહ્યા છે. થાઈલેન્‍ડ-કંબોડિયા સરહદ પર સતત ત્રીજા દિવસે પણ યુદ્ધ ચાલુ છે. હળવો ગોળીબાર મોટા પાયે તોપમારો અને હવાઈ બોમ્‍બમારામાં ફેરવાઈ ગયો છે. થાઈલેન્‍ડે પહેલીવાર યુએસ F-16 ફાઇટર જેટ સાથે સક્રિય લડાઇ મિશનમાં તેના સ્‍થાનિક ડ્રોન તૈનાત કર્યા છે. નાના ડ્રોન M472 મોર્ટાર બોમ્‍બથી સજ્જ મોકલવામાં આવી રહ્યા છે, જે સીધા કંબોડિયન શષાોના ડેપો, તોપખાના કેમ્‍પ અને રોકેટ લોન્‍ચિંગ સિસ્‍ટમને નિશાન બનાવી રહ્યા છે, જેના કારણે ગંભીર નુકસાન થયું છે. સેનાના જણાવ્‍યા અનુસાર, સોવિયેત નિર્મિત RM-70 ગ્રેડ રોકેટ સિસ્‍ટમ પણ એક હુમલામાં નાશ પામી હતી, જે કંબોડિયાની આક્રમક ક્ષમતા માટે મોટો ફટકો હતો. આ નવીનતમ મુકાબલાના મૂળ સો વર્ષ જૂના છે, જ્‍યારે ફ્રેન્‍ચ વસાહતી સમયગાળા દરમિયાન બંને દેશોની સરહદો નક્કી કરવામાં આવી હતી. ત્‍યારથી, સરહદ વિવાદો અને ખાસ કરીને ખ્‍મેર-હિન્‍દુ મંદિરને લઈને બંને દેશો વચ્‍ચે ઘણી લોહિયાળ અથડામણો થઈ છે. મે મહિનામાં એક કંબોડિયન સૈનિકનું અથડામણમાં મોત થતાં તાજેતરનો તણાવ વધ્‍યો હતો. ત્‍યારથી, બંને દેશો વચ્‍ચેના સંબંધો અત્‍યાર સુધીના સૌથી નીચા સ્‍તરે પહોંચી ગયા છે.થાઇલેન્‍ડે કંબોડિયા પર રોકેટ હુમલાઓ દ્વારા નાગરિક વિસ્‍તારોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્‍યો છે અને સરહદ પરના ગામડાઓ ખાલી કરાવવામાં આવ્‍યા છે. કંબોડિયાએ થાઇ સેના પર ક્‍લસ્‍ટર બોમ્‍બનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્‍યો છે, જે વિશ્વના ઘણા ભાગોમાં નાગરિકોને નિશાન બનાવવા માટે પ્રતિબંધિત છે. થાઇલેન્‍ડે આનો કોઈ જવાબ આપ્‍યો નથી. આ ભીષણ સંઘર્ષ વચ્‍ચે, કંબોડિયાએ સંયુક્‍ત રાષ્‍ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બાદ તાત્‍કાલિક બિનશરતી યુદ્ધવિરામની અપીલ કરી. સંયુક્‍ત રાષ્‍ટ્રમાં કંબોડિયાના રાજદૂત ચેયા કિયોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, ‘કંબોડિયાએ તાત્‍કાલિક બિનશરતી યુદ્ધવિરામની વિનંતી કરી છે, અને અમે વિવાદના શાંતિપૂર્ણ ઉકેલ માટે પણ હાકલ કરીએ છીએ.' ચેયા કિયોએ થાઇલેન્‍ડના દાવાઓને પણ નકારી કાઢયા કે કંબોડિયા સંઘર્ષમાં આક્રમક હતો. ‘કંબોડિયા જેવો નાનો પાડોશી થાઇલેન્‍ડ જેવી લશ્‍કરી શક્‍તિ પર કેવી રીતે હુમલો કરી શકે છે?' તેમણે પૂછયું. તેમણે ઉમેર્યું કે સુરક્ષા પરિષદે બંને પક્ષોને ‘મહત્તમ સંયમ બતાવવા અને રાજદ્વારી ઉકેલનો આશરો લેવા' હાકલ કરી છે, ‘જે અમે માંગી રહ્યા છીએ.'થાઇલેન્‍ડે વિવાદ ઉકેલવા માટે કોઈપણ તળતીય-પક્ષ મધ્‍યસ્‍થીનો સંપૂર્ણપણે ઇનકાર કર્યો છે અને તેના બદલે દ્વિપક્ષીય વાટાઘાટો પર આગ્રહ રાખ્‍યો છે. ન્‍યૂઝ એજન્‍સી રોઇટર્સ સાથે વાત કરતા, બે થાઈ અધિકારીઓએ જણાવ્‍યું હતું કે થાઈલેન્‍ડ કંબોડિયા સાથેના લશ્‍કરી સંઘર્ષને ઉકેલવા માટે મધ્‍યસ્‍થી કરતાં સીધી વાતચીત પસંદ કરે છે. ‘મને નથી લાગતું કે અમને હાલમાં કોઈ ત્રીજા દેશની મધ્‍યસ્‍થીની જરૂર છે, થાઈ વિદેશ મંત્રાલયના પ્રવક્‍તા નિકોર્ન્‍ડજ બાલનકુરાએ જણાવ્‍યું હતું. થાઇલેન્‍ડે કંબોડિયા પર રોકેટ હુમલાઓ દ્વારા નાગરિક વિસ્‍તારોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્‍યો છે અને સરહદ પરના ગામડાઓ ખાલી કરાવવામાં આવ્‍યા છે. કંબોડિયાએ થાઇ સેના પર ક્‍લસ્‍ટર બોમ્‍બનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્‍યો છે, જે વિશ્વના ઘણા ભાગોમાં પ્રતિબંધિત છે કારણ કે તે નાગરિકોને નિશાન બનાવે છે. થાઇલેન્‍ડે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.        

સંબંધિત સમાચાર